(ડી.એન.એસ) , વડોદરા , તા.૩૧
વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં પ્રથમ ડોઝ નું સો ટકા લક્ષાંક પૂર્ણ કરવામાં માત્ર ૨૯૯૮૦ લોકો બાકી હોવાનું જાણવા મળે છે આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરેલા શનિવારના રસીકરણ ના આંકડા મુજબ શનિવારે ૧૫૯૪૯ લોકોએ રસી મુકાવી હતી. જે પૈકી ૨૨૬૬ લોકોએ રસી નો પ્રથમ ડોઝ લીધો હતો. રસીકરણના બીજા ડોઝ માં પણ ઝડપથી વધારો જાેવા મળી રહ્યો છે. શનિવારે શહેરમાં ૧૩૬૫૫ લોકોએ રસીનો બીજાે ડોઝ લીધો હતો. જે પૈકી સૌથી વધુ ૧૮ થી૪૪ વય જુથના ૯૮૧૬લોકોએ રસી મુકાવી હતી. આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ આગામી સપ્તાહમાં પ્રથમ ડોઝ નું સો ટકા નુ લક્ષ્યાંક પૂર્ણ થઈ શકશે. કુલ રસીકરણ ૨૬,૦૬,૫૯૭ શનિવારનું રસીકરણ ૧૫,૯૪૯ પ્રથમ ડોઝ ૧૪,૭૯,૯૨૧ ૯૮.૦૨% બીજાે ડોઝ ૧૧,૨૬,૬૪૮ ૭૪.૬૨% વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૧૩૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૭૮ પશ્ચિમ ઝોનમાં ૧૨,૦૦૭, ઉત્તર ઝોનમાં ૧૧,૮૦૨, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૨૩, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૭૫ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૨,૧૩૩ ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૪૮૩ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં છેલ્લા ૪ દિવસથી કોરોનાના કેસો અચાનક વધ્યા છે. જાેકે ગુરૂવાર અને શુક્રવારના રોજ ૭-૭ કેસોની સરખામણીએ ૨ કેસ ઘટીને શનિવારે ૫ નવા કેસ નોંધાયા હતા. વડોદરા શહેરના પૂર્વ ઝોન સિવાયના ત્રણેય ઝોનમાં નવા કેસો આવ્યા હતા. પશ્ચિમ(વાસણા રોડ અને ગોત્રી રોડ) અને દક્ષિણ ઝોન (સિંધવાઇ માતા રોડ)માં ૨-૨, જ્યારે ઉત્તર ઝોન(સમા)માં એક કેસ નોંધાયો હતો. હવે વડોદરા શહેરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૨,૧૩૩ પર પહોંચી ગઇ છે. જ્યારે એક્ટિવ કેસો પણ ૧૧થી વધીને ૨૭ પર છેલ્લા એક અઠવાડિયામાં પહોંચી ગયા છે. એક દર્દી હજી પણ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યો છે. હાલમાં ૩૧ લોકોને ક્વોરન્ટીન રાખવામાં આવ્યા છે. શનિવારે કુલ ૨૩૦૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી ૫ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો.