તાલિબાનીઓએ લગ્નમાં મ્યુઝિક વગાડવા પર ૧૩ લોકોને મારી નાંખ્યા

Share to

(ડી.એન.એસ) , તાલિબાન , તા.૩૧

તાલિબાન રાજદ્વારીઓએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસ અને ત્રણ પ્રાંતીય રાજધાનીઓ, કરાચી, પેશાવર અને ક્વેટામાં અફઘાન વાણિજ્ય દૂતાવાસમાં કામ કરવાનું શરૂ કર્યું છે. સરદાર મુહમ્મદ શોકૈબ જેને મોસા ફરહાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઈસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસમાં પ્રથમ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો હાફિઝ મોહિબુલ્લાએ પેશાવરમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. મુલ્લા ગુલામ રસૂલને દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં પોસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વરિષ્ઠ તાલિબાન નેતા, મુલ્લા મુહમ્મદ અબ્બાસને કરાચીના વાણિજ્ય દૂતાવાસમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું કે તેઓએ તૈનાતી માટે પરવાનગી આપી દીધી છે. જાેકે, પાકિસ્તાને હજુ સુધી તાલિબાન સરકારને માન્યતા આપી નથી. કાબુલમાં પાકિસ્તાનના રાજદૂત મન્સૂર ખાનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને તાલિબાન અધિકારીઓને વિઝા આપ્યા છે. પાકિસ્તાનના રાજદૂતે જણાવ્યું હતું કે, “આ વિઝા માનવતાવાદી હેતુઓ માટે અફઘાનિસ્તાનની મુલાકાત લેતા પાકિસ્તાનીઓ માટે કોન્સ્યુલર કાર્ય અને વિઝા સુવિધાઓને સરળ બનાવવા અને પાકિસ્તાનમાં અફઘાન નાગરિકોને સહાય પૂરી પાડવા માટે આપવામાં આવ્યા છે. વિઝા આપવાનો અર્થ માન્યતા નથી પણ સુવિધા છે.”તાલિબાને ૧૫ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી લોકોના જીવ તાળવે ચોંટેલા છે. અફઘાનિસ્તાનમાં સતત માનવાધિકારનો ભંગ થઈ રહ્યો છે. આ સાથે જ તાલિબાનો દ્વારા પણ અત્યાચારની હદ વટાવી દેવામાં આવી છે. લગ્ન સમારોહમાં તાલિબાનીઓએ ખુશીને મોતના દુઃખમાં ફેરવી દીધી હતી.  સંગીત વગાડવાથી ગુસ્સે થયેલા તાલિબાનીઓએ ૧૩ લોકોની હત્યા કરી હતી. આ અમાનવીયતા વિશે માહિતી આપતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે જણાવ્યું કે કેવી રીતે નાંગરહાર પ્રાંતમાં ખુલ્લેઆમ મોતને ઘાટ ઉતારી દીધા છે. અમરુલ્લા સાલેહે ટિ્‌વટર પર લખ્યું, ‘નંગરહારમાં લગ્નની પાર્ટીમાં સંગીત વગાડતા તાલિબાન લડવૈયાઓએ ૧૩ લોકોની હત્યા કરી નાખી. માત્ર નિંદા કરીને આપણે ગુસ્સો વ્યક્ત કરી શકતા નથી. ૨૫ વર્ષ સુધી પાકિસ્તાને તેમને અફઘાન સંસ્કૃતિને નષ્ટ કરવા અને અમારી ધરતી પર કબજાે કરીને કટ્ટર ૈંજીૈં શાસન સ્થાપિત કરવાની તાલીમ આપી હતી. જેઓ અત્યારે પોતાનું કામ કરી રહ્યા છે. અમરુલ્લા સાલેહે કહ્યું, ‘તાલિબાનનું ક્રૂર શાસન લાંબો સમય નહીં ચાલે. કમનસીબે આ શાસનના અંત સુધી અફઘાનિસ્તાનના લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે.’ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને માન્યતા આપવાને લઈને એક તરફ સમગ્ર વિશ્વ હજુ પણ મૂંઝવણમાં છે તો બીજી તરફ પાકિસ્તાને વૈશ્વિક સમુદાયને બાયપાસ કરીને ઈસ્લામાબાદમાં અફઘાનિસ્તાનની એમ્બેસી શરૂ કરી છે. ઈસ્લામિક અમીરાત તાલિબાનના રાજદ્વારીઓએ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના મિશનમાં કામ કરવાનું શરૂ કર્યું છે.


Share to