December 4, 2024

જુનાગઢ માં ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે લાભ આપવા માટે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો

Share to



આજ રોજ જુનાગઢ શહેર માં ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે અને અન્ય સુવિધા નો લાભ આપવા બાબત કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી આપના દ્વારા જે-તે કર્મચારીના ગ્રેડ પે તથા ભથ્થા માં મનમાંનીય સુધારા આપની ભાજપ સરકાર કરતી આવી છે. રાજ્યના તમામ કર્મચારીઓને મળવાપાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની આપ સૌની જવાબદારી છે.

ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં આ પત્ર (આવેદન પત્ર) દ્વારા આપ શ્રી ને આવેદન રૂપે રજૂઆત કરવા મને ફરજ પડેલ છે. જેમાં ગુજરાત પોલીસ કર્મચારીઓ નીચે મુજબની સેવાઓ આપવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણીઓ છે.

1. ગુજરાત રાજ્યના એ.એસ.આઇ,હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ જ ઓછા છે. જેના બદલે ગ્રેડ પે તાત્કાલિક વધારવામાં આવે. ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જૂનાં ભથ્થા માં તાત્કાલિક વધારો કરવામાં આવે.
2. ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓનો ફરજ નો સમય નક્કી કરવામાં આવે અને આઠ કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તથા તેમને વિવિધ ઋતુ મુજબ સુરક્ષાના સાધનો આપવામાં આવે.
3. હાલ ગુજરાતના તમામ વિભાગોમાં થતા શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે. જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર સત્વરે આપવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી છે.
આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, કોર્પોરેટર શ્રી રજાક ભાઇ હાલા, માજી મેયર લાખાભાઈ પરમાર,શહેર ના મુખ્ય આગેવાનો એ i sport Gujarat police ના નારા લગાવ્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઈ પટેલ એ જણાવ્યું કે જો ઉપરોક્ત તમામ માંગણી ઓ તાત્કાલીક અસરથી પૂરી કરવા માં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to