November 21, 2024

ઝઘડીયા તાલુકાના સારસા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનુ મોત બીજા વ્યક્તિ ને ગમ્ભીર ઇજા…. આ રસ્તા ઉપર અવાર નવાર સર્જાતા રહે છે અકસ્માતો….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીક ગઇકાલે બપોરના દોઢ વાગ્યાના અરસામાં બે બાઇકો વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યુ હતુ જ્યારે બીજો બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયાન‍ા રહેવાસી નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર તેમની મોટરસાયકલ લઇને ગતરોજ બપોરના સમયે સરસાડ ગામે જઇ રહ્યા હતા,ત્યારે રાજપારડીથી આગળ સારસા ગામેથી ઉમધરા તરફ જવાના માર્ગ પર સામેથી આવતી એક બુલેટ મોટરસાયકલ સાથે તેમની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બુલેટ મોટરસાયકલના ચાલક મિહિરસિંહ સુરેન્દ્રસિંહ ચાવડા રહે.ગામ સંજાલી તા.ઝઘડીયાનાનું ગંભીર ઇજાઓને લઇને સ્થળ પરજ કરુણ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક નરેન્દ્રસિંહ પરમાર રહે.ગામ ઝઘડીયાનાને ડાબા હાથના ભાગે ફેકચર થયુ હતુ તેમજ શરીરના અન્ય ભાગોએ ગેબી ઇજા થઇ હતી.અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.ઘટનાની જાણ થતા સંજાલી ગામે ગમગીનીનો માહોલ છવાયો હતો.અકસ્માત અંગે નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર રહે.ઝઘડીયા જિ.ભરૂચનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી….


Share to

You may have missed