પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે મહિલાઓ માટેના સીવણ કોમ્પ્યુટર અને બ્યુટી પાર્લરના તાલિમ વર્ગોનું આજે ઉમલ્લા પીએસઆઇ ઠુમ્મરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.દેસાઇ ફાઉન્ડેશન તેમજ ગ્રામ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઉમલ્લા એપીએમસી ખાતે આ તાલિમ વર્ગની શરુઆત કરવામાં આવી હતી.
તાલિમનો મુળ ઉદ્દેશ મહિલાઓ વિવિધ તાલિમલક્ષી કાર્યક્રમો દ્વારા ધંધાકીય તાલિમ મેળવીને રોજગાર બાબતે સ્વાવલંબી બને તેનો રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજના મોંઘવારીના સમયે મધ્યમવર્ગીય પરિવારો માટે રોજિંદા ખર્ચને પહોંચી વળવુ લગભગ કઠિન બન્યુ છે ત્યારે મહિલાઓ આવા તાલિમ કાર્યક્રમોમાં યોગ્ય તાલિમ મેળવીને પોતાના સ્વતંત્ર વ્યવસાય દ્વારા આવક મેળવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે છે.તેથી સમયાંતરે યોજાતા આવા તાલિમ કાર્યક્રમો આવકારદાયક કહી શકાય ….
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.