આજની સ્થિતિએ ૦૧ દરદી હોમ આઇસોલેશન હેઠળ
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૧૩,૪૨૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૨ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
રાજપીપલા, બુધવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૦ મી ઓક્ટોબર,૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
આજની સ્થિતિએ ૦૧ દરદી હોમ આઇસોલેશન હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં ૨૨૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૩૭ સહિત કુલ-૧૪૬૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૦ મી ઓક્ટોબર,૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૧૩,૪૨૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૧૨ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૮૨૪૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૭૨૮૬૪ લોકોને વિતરણ કરાઇ છે.
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી