November 21, 2024

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા માટે લોકોની પડાપડી

Share to



વડોદરા મહાનગર પાલિકા દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણની કામગીરી દરિમ્યાન આજે વધુ એક વખત લાભાર્થીઓ પડાપડી કરી રહ્યા છે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ.ડબલ્યુ.એસ ના મકાનો અંગેના ફોર્મનું શરૂ કરવામાં આવતા આજે પણ લોકોએ ફોર્મ મેળવવા ભારે ધસારો જોવા મળ્યો હતો જેને પગલે પોલીસને બોલવાનો વારો આવ્યો હતો તંદઉપરાંત ટોકન આપતા શંકાસ્પદ યુવક ને જોઇને લાભાર્થી ઓએ હોબાળો મચાવતાં પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
વડોદરા કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફિસ બહાર છેલ્લા બે દિવસ થી વહેલી સવાર થી આવાસોના ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે અને માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે લોકોએ સવારના સાત વાગ્યા થી લાઈન લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી લાભાર્થી ઓના ભારે ઘસારાના પગલે 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે
દરિમ્યાન આજરોજ વહેલી સવાર થી લાઇનમાં ઊભી રહેલી મહિલાનો ટોકન મેળવવા માટે બે કલાક બાદ નંબર આવતા કચેરીના સત્તાધિશોએ નવેસર થી લાઇન શરૂ કરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી તો બીજી તરફ કચેરીમાં ટોકન એલોટ કરી રહેલા ખાનગી વ્યક્તિ બાબતે ભારે હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી અને યુવકની અટકાયત કરી હતી યુવકે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે ટોકન આપનારા અધિકારી કામ અર્થે જતા હું રજીસ્ટરમાં એન્ટ્રી પાડી ટોકન આપી રહ્યો હતો અને હું પોતે પણ ટોકન લેવા આવ્યો છું જોકે પોલીસ આવ્યા બાદ ટોકન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી જોકે કેટલાક લાભાર્થી ઓએ પદ્ધતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે


Share to

You may have missed