November 22, 2024

રાજપીપળા કળિયાભૂત ત્રણ રસ્તા પાસે ટેમ્પા ની અડફેટે આવેલા વૃદ્ધ નું સ્થળ ઉપર જ મૌત નીપજ્યું

Share to

ઈકરામ મલેક:રાજપીપળા

રાજપીપળા નગર મા છેલ્લા એક વર્ષ થી ચાલી રહેલી રોડ બનાવવાની ધીમી કામગીરી ને કારણે આજે એક સાઇકલ સવાર વૃદ્ધ એ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.

રાજપીપળા ના કાળિયાભૂત ત્રણ રસ્તા પાસે NCC ના કેડેટો ની લઈ જીતનગર NCC કેમ્પ મા લઈ જતા ટેમ્પા ના ચાલકે સાયકલ ચાલક ને હડફેટે ચડાવ્યા હતા, પાછળ ના વહીલ નીચે આવી જતા વૃદ્ધ નું સ્થળ ઉપર જ મૌત નીપજ્યું હતું.

રોડ, ભૂગર્ભ ગટર લાઈન નું કામ એક સાથે ચાલતું હોવા થી રોડ ની કામગીરી અડધી અને અધૂરી રીતે છેલ્લા 6 કરતા વધુ મહિના થી ચાલી રહી છે. જેને કારણે બે માર્ગીય વાહન વ્યવહાર એક રોડ ઉપર સામ સામે આવતું હોવા થી ટ્રાફિક જામ ના પ્રશ્નો ઉદભવતા હતા.

અકસ્માત ના સ્થળ ઉપર ટ્રાફિક નું નિયમન કરવા માટે પૂરતો બંદોસ્ત ન હોવાનું અને એક માર્ગીય વાહન વ્યવહાર ને કારણે આ ઘટના ઘટી હોવાની ચર્ચા ભેગા થયેલા લોકો મા ચાલી રહી હતી, લોકો એ રોડ કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદી નાખેલા રોડ ની કામગીરી સામે રોષ પ્રકટ કર્યો હતો.

અકસ્માત થયાં બાદ ટ્રાફિક જામ ની કતારો સર્જાતા, બંધ પડેલા રોડ ને પણ તાત્કાલીક jcb દ્વારા માટી નાખી ચાલુ કરાયો હતો, અગાઉ ઘણા સમય થી કળિયાભૂત ત્રણ રસ્તા પાસે એક માર્ગીય વાહન વ્યવહાર ને કારણે ટ્રાફિક જામ ના પ્રશ્ન ઉદ્દભવ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા કે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા વાહનચાલકો ની સેફટી માટે કોઈ નકકર કામગીરી કરવામાં આવી ન હતી.

એમ.વી રોડ ઉપર પણ રોડ કોન્ટ્રાકટર ની ધીમી અને અણઘડ કામગીરી ને કારણે વાહનચાલકો અને દુકાનદારો ને ભારે હાલાકી થઈ રહી હોવાના સમાચારો દૈનિક અખબારો મા પ્રકટ થયા પછી પણ રોડ કોન્ટ્રાકટર કે માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી ઓ ના પેટ નું પાણી પણ હાલ્યું ન હોય તેમ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહતો, આખરે આજે ટેમ્પા ની હડફેટે આવી ચડેલા અંબિકા નગર મા રહેતા નિવૃત જીવન ગાળતા એક વૃદ્ધ નું સ્થળ ઉપર જ સારવાર મળે તે પહેલાજ મૌત નિપજતા સ્થાનિકો મા ગમગીની ફેલાઈ જવા પામી છે.


Share to