November 21, 2024

ઝઘડિયાની ગુલશન પોલીયોલ્સ કંપનીમાં નવનિર્મિત ચીમની ઉપર જીવના જોખમે કામ કરતાં કામદારો નજરે પડ્યા…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર 762 માં આવેલ ગુલશન પૉલ્યોલ્સ લિમિટેડ કંપનીમાં નવનિર્મિત ચીમની પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, આ ચિમની ઉપર અંદાજે 500 ફૂટ કરતા પણ વધુ ઊંચાઈ પર કોઇપણ જાતની સેફટી વિના જીવના જોખમે કામ કરતા કામદારો કેમેરામાં કેદ થયા છે ,

ઝઘડીયા જીઆઇડીસીની ગુલશન પોલ્યોલ્સ લિમીટેડ કંપનીમા નવનિર્મિત ચિમની પર કન્સ્ટ્રક્શનના કામમાં અંદાજે 500 ફૂટની ઊંચાઈ પર સેફ્ટી બેલ્ટ , હેલ્મેટ કે અન્ય કોઈપણ જાતની સેફ્ટી વિના કામદારો લટકીને જીવના જોખમે કામ કરતાં નજરે પડ્યાં હતાં, આટલી ઊંચાઈ પર કામ કરતા કોઇ કામદાર જો ભૂલથી પણ નીચે પટકાય અને જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ ?

ઝઘડિયા જીઆઇડીસીની ગુલશન પોલ્યોલ્સ લિમિટેડ કંપનીમાં સેફ્ટી વિના ઉચાઈ પર ચીમનીમા ચાલતા કન્સ્ટ્રક્શનમાં હાલ કામ ચાલી રહ્યું છે.. Aતો સવાલ એ છે કે જો આટલી જોખમી ઉંચાઈ પર કામ ચાલુ છે તો કંપની મૅનેજમેન્ટ આ કામ થી અજાણ છે?કે પછી તેમની જાણમાં જ આવી રીતના જીવના જોખમે કામદારો કામ કરી રહ્યા છે? અને જો સેફટી સાધનો વિના કામ કરવાની સલાહ શુ કંપની અધિકારીઓ એજ આપી છે તે એક તપાસનો વિષય બન્યો છે….

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ અન્ય કેટલીક કંપનીઓમાં પણ મોટા પ્રમાણમાં કન્ટ્રક્શનનું હાલ કામ ચાલી રહ્યું છે જેમાં કેટલીક જગ્યાએ કોઈપણ જાતની સેફ્ટી વિના કામદારો ઊંચાઈ પર કામ કરતા જોવા મળ્યા છે જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે અને કામદારો કંપની ની ભૂલો ના કારણે જીવ ગુમાવે છે, તો આવી બેજવાબદાર કંપનીઓ સામે સેફ્ટી વિભાગ દ્વારા પણ જરૂરી પગલા લેવામાં આવે તે જરૂરી બન્યું છે ઝઘડીયાની ગુલશન પોલ્યોલ્સ કંપનીમા જીવના જોખમે કામ કરતા કામદારોના મીડિયામા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આ કંપની પર સેફ્ટી વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવુ રહ્યુ….

#DNS NEWS


Share to

You may have missed