November 21, 2024

ભારતીય ટ્રાઇબલ સેના દ્વારા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ઓફિસ સામે પ્રતિક ધરણા કરવામાં આવ્યા

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા /દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

આજરોજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આયોજિત પ્રતીક ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગારો ધરણા કાર્યક્રમ સ્થળે એકત્ર થયા

ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આજરોજ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન ઓફિસ સામે પ્રતિકાર ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા અગાઉ ઝઘડીયા મામલતદારને પણ સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવા માટે રજૂઆત કરી હતી પરંતુ તેનું કોઇ પરિણામ નહીં આવતા આજ રોજ મોટી સંખ્યામાં સ્થાનિક શિક્ષિત બેરોજગારો પ્રતિક ધરણા કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે દિનેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ઝઘડિયા એ આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે અને અહીં મોટી સંખ્યામાં સ્થાનિક શિક્ષિત યુવાનો બેરોજગાર છે, છતાં તેમને નોકરી આપવામાં આવતી નથી અને ઝઘડિયા જીઆઇડીસીના ઉદ્યોગ સંચાલકો દ્વારા બિન શિક્ષિત એવા પરપ્રાંતિય યુવાનોને નોકરી પર રાખવામાં આવે છે જે ચલાવી લેવાય નહીં. જો આગામી દિવસોમાં સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ચીમકી ઉચ્ચારી હતી. ચંપકભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જીઆઇડીસીની શરૂઆત થઈ ત્યારે સ્થાનિકોને રોજગારી મળશે તેઓ વાયદો કરવામાં આવ્યો હતો જેથી હોંશે હોંશે ખેડૂતોએ તેમની જમીન જીઆઇડીસીમાં આપી હતી પરંતુ જીઆઈડીસી સ્થાપનાને આજે ૨૫ વર્ષ થયા બાદ પણ સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનો ને રોજગારી આપી નથી અને જીઆઇડીસીમાં જમીન ગુમાવનારા ખેડૂતોના યુવાનોને પણ રોજગારી આપવામાં આવી નથી. હાલમાં ઝઘડીયા જીઆઇડીસીમાં દોઢસોથી બસો જેટલી નાની મોટી કંપનીઓ કાર્યરત છે, જેના પ્રદૂષણનો ભોગ સ્થાનિકો બને છે છતાં પણ રોજગારી મળતી નથી. બહારના લોકો કામ કરે છે તો સ્થાનિક લોકો ક્યાં જાય ? આજે પણ મોટા પ્રમાણ માં સ્થાનિક લોકો રોજગારીથી વંચિત છે જેથી પરેશાન અને દુખી છે. ત્યારે આજરોજ ઝગડીયા જી આઈ ડી સી સ્થિત એસોસોસીએસન ઓફિસ બહાર એક પ્રતિક ધરણા કાર્યક્રમ કરી એના થકી અમો આજે સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ કે ઝઘડિયા તાલુકાના શિક્ષિત બેરોજગાર યુવાનો ને રોજગારી મળે જેથી અહીંના લોકો ને રોજગારી માટે બહાર જવુ ન પડે અને તેઓ પોતાના પરીવાર નું ગુજરાન ચલાવી શકે…

#DNSNEWS


Share to

You may have missed