DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝગડીયા તાલુકાના ના હરીપુરા નજીક ખાડામાં કાર ઉતરી જતાં ઉમલ્લા ના રહીશ નું મોત…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ઉમલ્લા પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ ઉમલ્લાના નવા ફળિયામાં રહેતા મિતેષભાઇ જયવંતભાઇ દેસાઇ તા.૬ ઠ્ઠીના રોજ સવારના દસ વાગ્યાના સમયે વડોદરા ખાતે કોમ્પ્યુટરના ક્લાસ કરતી તેમની દિકરી રેનાબેનને મળવા પોતાની કાર લઇને ૧૧ વર્ષીય પુત્ર વિહીતની સાથે વડોદરા ગયા હતા. દરમિયાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પાછા ફરતી વખતે ઉમલ્લા નજીક આવતા સંજાલી અને હરિપુરા ગામના પાટિયાં વચ્ચેથી પસાર થતા બાજુના રોડ ઉપર સામેથી આવતા વાહનના પ્રકાશથી તેઓ ની આંખો અંજાઇ જવાથી તેઓએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડની નીચે ખાડામાં ઉતરી જતા કાર ચાલક મિતેષભાઇને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

અકસ્માતની જાણ મિતેષભાઇના મિત્ર નિલેશભાઇ પદમકાંતભાઇ પટેલ રહે.ઉમલ્લાને થતાં તેઓ તરત ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યાં જઇને જોતા મિતેષભાઇ બેભાન હાલતમાં ડ્રાઇવર સીટ પર પર સ્ટીયરિંગ પર માથુ નાંખી દીધેલ હાલતમાં જણાયા હતા. આ અકસ્માતમાં તેમની સાથે રહેલા તેમના પુત્ર વિહીતને કોઇ ઇજા થયેલ ન હતી. ઇજાગ્રસ્ત બેભાન મિતેષભાઇને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે નિલેશભાઇ પદમકાંતભાઇ પટેલ રહે.ઉમલ્લા,તા.ઝઘડીયાનાએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી


Share to

You may have missed