November 22, 2024

નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનુ આયોજન ઝગડીયા ના સારસા ગામે કરવામાં આવ્યુ…

Share to


પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા


ઝઘડીયા તાલુકાના સારસા ગામે નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સારસાની વિજયભારતી સંસ્થાના પ્રમુખ રતિલાલ રોહિતે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો તેમજ ગ્રામજનોનું સ્વાગત પ્રવચન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચના જિલ્લા યુવા સંયોજક સુબ્રતો ઘોષ તેમજ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચના દિવ્યજિતસિંહ ઝાલા તેમજ નેલ્સન સુબ્તરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા આખા ઓકટોબર મહિના દરમિયાન યોજાનાર સ્વચ્છતા અભિયાનની માહિતી આપી હતી.આજે રોજના વસ્તુ ઓ લેવા,આપવા આપણે પ્લાસ્ટિકની થેલીયોનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિકની થેલીયોના ઉપયોગ કર્યા પછી તેને કચરાના રૂપે અન્યત્ર જેમતેમ નાંખી દેવાતી હોય છે પરંતુ જો આ પ્લાસ્ટિકને લોકો દ્વારા જમીનમાં દાટી પણ દેવામાં આવે તે પણ તે એજ સ્થિતિ માં રહે છે..

જેના થી સમગ્ર પૃથ્વી પણ તેનું પ્રદુષણ ફેલાય છે.અને આ પ્લાસ્ટિકને જો સળગાવામાં આવે તેનાથી પણ વાતાવરણ પ્રદુષિત થાય છે. ત્યારે નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ઓકટોબર મહિના દરમિયાન જિલ્લાના વિવિધ ગામોએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમો યોજીને પ્લાસ્ટિક કચરો એકત્ર કરાશે અને તેને આગળના રિસાયક્લ પ્રોસેસ માટે ભરૂચ લઇ જવાશે.નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા યોજાનાર સ્વચ્છતા ઝુંબેશને પર્યાવરણની જાળવણીના એક ભાગરૂપે ગણાવી હતી.ઝગડીયા ના સારસા,સિમધરા,અને,નવાપોરા,ગામે આજે નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા યોજાયેલા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનોએ સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામજનોનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

#DNSNEWS


Share to