હળવદની તક્ષશિલા સ્કુલ કોલેજમાં ‘ ગાંધી વંદના’ કાર્યક્રમ યોજાયો
સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીનો જન્મદિવસ એટલે બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિ. આ દિવસે તક્ષશિલા સ્કુલ અને કોલેજમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા યોજાયેલ મોહનમાંથી મહાત્મા કેવી રીતે બન્યા તેને લગતા ૪૭ ફોટાઓનું પ્રદર્શન ૮૭૦ જેટલા વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. ગુજરાતી ભાષાના શિક્ષક નરેન્દ્ર બારીઆ સર દ્વારા આ જ ફોટાઓને લગતી ક્વિઝ સ્પર્ધા તૈયાર કરવામાં આવી હતી. તેમાં ધો-૧૨ આર્ટ્સના વિદ્યાર્થીઓ – કૈલા જૂલી, સોલંકી જિજ્ઞાસા, પઢિયાર ધર્મિષ્ઠા, રાઠવા કાળુ, રાઠોડ અજય, પરહાડિયા લિંબાભાઈ-એ પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે કોલેજના પ્રથમ વર્ષના ચાવડા જોનિકા, હડિયલ ભૂમિકા, લકુમ હેતલ, મકવાણા તૃપ્તિ, ચૌહાણ ચેતના અને ગઢવી જલ્પાએ બીજો નંબર મેળવ્યો હતો. આ તકે શાળાના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશ પટેલે પ્રતિક ગાંધી અભિનીત ‘ મોહનનો મસાલો ‘ નાટકના ટ્રેલર દ્વારા અભિનયના ઓજસ પાર્થયા હતા. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી, ભજનિક ભરત મહારાજ અને શાળાના પ્રમુખ ડાયાભાઈ ગરધરિયા તેમજ ટ્રસ્ટી નરભેરામભાઈ સિણોજીયા ઉપસ્થિત રહ્યા હતા.
પાર્થ વેલાણી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.