અંકલેશ્વરના અક્ષર બંગ્લોઝ માં રહેતી રિદ્ધિ સુરેશભાઈ પટેલ ડિપ્લોમા સિવિલ એન્જીનિયરિંગ સુધી નો અભ્યાસ કર્યો છે, સામાન્ય પરિવારની આ યુવતીનો શોખે આજે તેને સફળતા અપાવી હતી. દિલ્હી ખાતે તારીખ 22 થી 26 મી સપ્ટેમ્બર સુધી ડેલીવુડ મિસ્ટર એન્ડ મિસ ઇન્ડિયા 2021 ની સ્પર્ધા યોજાય હતી.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રિદ્ધિ એ ઓનલાઇન ઓડિશન આપ્યુ હતુ, અને પ્રવેશ મેળવ્યો હતો આ સ્પર્ધા માં દરેક રાજ્યો માંથી યુવક યુવતીઓ એ ભાગ લીધો હતી અને .ગુજરાત માંથી માત્ર અંકલેશ્વરની રિદ્ધિ અને વલસાડની એક યુવતીએ ભાગ લીધો હતો.જે સ્પર્ધામાં રિદ્ધિ એ ફસ્ટ રનરઅપ નો ખિતાબ હાંસલ કર્યો હતો, આ ઉપરાંત અન્ય ત્રણ મોસ્ટ ટેલેન્ટેડ , પરફેક્ટ મોડેલિંગ ફેસ અને મોસ્ટ ફોટો જેનિકના ટાઇટલ પણ રિદ્ધિ ને મળ્યા હતા.
રિદ્ધિ પટેલની આ સફળતા એ ગુજરાત અને અંક્લેશ્વર નું નામ રોશન કરીને ગૌરવ અપાવ્યું હતુ ,જે સફળતા બદલ તેના પરિવારજનો અને મિત્રો એ તેને અભિનંદન પાઠવ્યા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો