November 21, 2024

ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન દ્વારા પોલીસ માટે મદદરૂપ થતા સી.સી ટી વી પ્રોજેકટનું પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ દ્રારા ઉદ્દઘાટન..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

તા,01/10/2021 ના રોજ ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન દ્રારા CCTV કેમેરા પ્રોજેકટનું ઉદ્દઘાટન માનનીય પોલીસ અધિક્ષક” શ્રી,રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્રારા ઝઘડીયા GIDC નોટીફાઇડ ઓફીસ ખાતે કરવામા આવ્યું…

ઝઘડીયા GIDC ના તમામ entry અને exit પોઇન્ટ તથા મહત્વના પોઇન્ટ કવર થઇ શકે તે
રીતે 14 પોઇન્ટ ઉપર 39 કેમરા લગાડવામાં આવ્યા…

જેમાં 45 દિવસ સુધીનો ડેટા બેક અપ પણ રહેશે આ તમામ કેમેરા ઓપ્ટીકલ ફાયબર કેબલથી કનેક્ટ કરવામાં આવ્યા છે તથા લાઇટ ન હોય તેવા સંજોગોમાં પણ 8 કલાકનુ બેટરી બેક-અપ દરેક કેમેરામાં રાખવામાં આવ્યું છે…
ઝઘડીયા GIDC ના તમામ entry અને exit તથા મહત્વના પોઇન્ટ કવર કરતા આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની ગુનાહીત પ્રવૃતિઓ ડીટેકટ કરવામાં પોલીસ ખુબજ મદદરૂપ સાબીત થશે તથા CCTV કેમેરાના લીધે ગુના કરતા લોકો ડરશે અને આ વિસ્તારમાં
કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પણ બનતા અટકશે..

આ પ્રસંગે ઝઘડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ પંજવાણી, ડી.વાય.એસ.પી ચીરાગ દેસાઈ, ઝગડીયા પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, જી.પી.સી.બી. ના અધિકારી, રાજેશભાઈ નાહટ્ટા , , નરેન્દ્રભાઈ ભટ્ટ, સુનીલ શારદા, ઝગડીયા ઔધોગિક એકમો ના પ્રતિનિધિ તેમજ કપલસાડી,દધેડા , ફૂલવાડી, તલોદરા, વિગેરે ગામોના સરપંચો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….આ પ્રસંગે ઝઘડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ પંજવાણી એ આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વાકાંક્ષી અને અતિ ઉપયોગી બતાવ્યો હતો..તથા ભવિષ્ય ના સમયમાં તેને વધુ અધ્યતન અને શુવિકસિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું … બીજી તરફ જી.પી.સી.બી ના અધિકારી વ્યાશે આ જણવ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત ઝઘડિયા જી.આઇ.ડી.સી માંથી પસાર થતા વરસાદી કાંસ તથા ખાડી માં નીકળતા પાણી સહિત,માર્ગ પર પણ સી. સી. ટીવી કેમેરા થી હવે આડેધડ જાહેર માં પ્રદુષિત પાણી છોડનારા ઔદ્યોગિક એકમો પર ત્રીજી નજર હેઠળ મોનિટરીંગ કરવામાં આવશે….તેમજ આ પ્રોજેક્ટ થી જી.આઈ.ડી.સી વિસ્તાર ને અસામાજિક તત્વો ને ચોરી સહિત અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકાવવા માં આવશે તેમ જણાવ્યું હતું ….

પોલીસની ત્રીજી આંખ સમાન આ CCTV પ્રોજેકટ ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સમગ્ર ભરૂચ જિલ્લાનો પ્રથમ અને ખુબજ ઉપયોગી સાબીત થશે


Share to

You may have missed