October 22, 2024

પ્રતિતંત્રીશ્રીઆ પ્રેસનોટ આપના સુપ્રસિધ્ધ વર્તમાનપત્રમાં વિનામૂલ્યે પ્રસિધ્ધ કરવા વિનંતી.

Share to

તા.૩૦/૦૯/૨૦૨૧


જિલ્લા પેન્શન ચુકવણા કચેરી ખાતે
હિસાબનીશ તરીકે ફરજ બજાવતા સી.એમ.પટેલને ભાવભર્યું વિદાયમાન અપાયું
—–
સુરતઃ ગુરૂવારઃ- સુરત જિલ્લા પેન્શન ચુકવણા કચેરી ખાતે હિસાબનીશ તરીકે ફરજ બજાવતા સી.એમ.પટેલ ૩૭ વર્ષની વય નિવૃત થતા ભાવભર્યું વિદાયમાન અપાયું હતું. શ્રી સી.એમ.પટેલ તા.૨૫/૪/૧૯૮૪માં સુરત જીલ્લા તિજોરી કચેરી ખાતે નોકરીમાં જોડાયા હતા. ત્યારબાદ અમદાવાદ, સુરત, ઓલપાડ બાદ સુરત પેન્શન ચુકવણા ખાતે ફરજ બજાવ્યા બાદ આજે નિવૃત્ત થયા હતા. સહકર્મયોગીઓએ શ્રી પટેલનું નિવૃત્તિજીવન સ્વસ્થ અને સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.
-૦૦-

જિલ્લા તિજોરી કચેરી ખાતે નાયબ હિસાબનીશ તરીકે
ફરજ બજાવતા શ્રીમતિ એન.બી.કોટવાલને વિદાયમાન અપાયુંઃ
સુરતઃ ગુરૂવારઃ- સુરત જિલ્લા તિજોરી ખાતે નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા શ્રીમતિ એન.બી.કોટવાલ ૩૭ વર્ષની ફરજ બજાવ્યા બાદ નિવૃત થતા સાથી અધિકારી-કર્મચારીઓએ ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું. શ્રીમિત કોટવાલ તા.૨૧/૧૧/૧૯૮૪માં પ્રથમ આર.ટી.ઓ કચેરી ખાતે નોકરીમાં જોડાયા હતા. ત્યારબાદ સમયાતરે સુરત કલેકટર કચેરી, સ્થાનિક ભંડોળ હિસાબ, સુરત જીલ્લા તિજોરી કચેરી ખાતે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થતા તેમને વિદાયમાન અપાયું હતું. સહકર્મયોગીઓએ શ્રીમતિ કોટવાલનું નિવૃત્તિજીવન સ્વસ્થ અને સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.


Share to

You may have missed