ભરૂચઃ ગુરૂવાર:- સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી – ભરૂચ ધ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં એલ.એમ.વી. (ફોરવ્હીલ વાહનો માટે)ના તમામ વાહ નંબર માટેની GJ-16-CS, CN, DC નંબરની સીરીઝની RE-AUCTION માટે શરૂ કરવામાં આવેલ છે તો ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http:/parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકે તે હેતુસર જાહરે જનતાના હિતમાં ઓકશનની મુદત વધારવામાં આવેલ છે. જેની સુચનાઓ આ મુજબ છે. (૧) તા.૧૫/૧૦/૨૦૨૧ થી તા.૧૯/૧૦/૨૦૨૧ નાં રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી RE-AUCTION માટેના ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. (૨) તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ બે કલાક પછીથી તા.૨૦/૧૦/૨૦૨૧ ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યા સુધી RE-AUCTION માટેનું Bidding Open રહેશે. (૩) તા.૨૦/૧૦/૨૦૨૧ ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે જો ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી.
વધુ માહિતી માટે http:/youtube/Q3a9k/Q13kc પર સંપર્ક કરી શકશે. વાહન ખરીદવાના સાત ઘ્વિસની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ અપલોડ કરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીઅ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ગોલ્ડન અને સિલ્વર માટે ભાગ લેવા અરજી કરી શકશે. ગોલ્ડન અને સિલ્વર સિવાયના નંબરો માટે ૩૦ દિવસની અંદરના અરજદારોએ હરાજી કરી શકાશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
More Stories
જૂનાગઢના ભેસાણ તાલુકામાં સતત નવ દિવસ વરસાદ વરસતા મગફળી કપાસ સોયાબીન પલળી જતા ખેડૂતો પાઈમાલના આરે ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ
નવનિયુકત યુવા સંગઠન આદિવાસી યુવા બિરસા સેનાના નેજા હેઠળ આદિવાસી સમાજના મહાન લોક નાયક વીરપુરુષ ધરતી આબા બીરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું છે.
જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (G.C.T.O.C.) ના ગુન્હાના બે આરોપીઓને અટક કરતી જુનાગઢ પોલીસ