November 19, 2024

ઈલાજ ને બહાને ભુવા એ વિધવા સાથે શારીરિક અડપલાં કરતા પોલીસ ફરિયાદ:સાગબારા તાલુકા ની ઘટના

Share to

સાગબારા તાલુકા ની વિધવા મહિલા સાથે ભુવા એ ઈલાજ ને બહાને શારીરિક અડપલાં કરતાં પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ

ઈકરામ મલેક: નર્મદા બ્યુરો

સાગબારા તાલુકા ના ચિમબા પાણી ગામ ની મહિલા સાથે તાંત્રિક વિદ્યા થી ઈલાજ કરવા ના બહાને વિધવા મહિલા સાથે નદી ના પાણી મા બેસાડી કુટુંબીજનો ને દૂર મોકલી દઈ શારીરિક અડપલા કરતા દુષ્કૃત્ય કરનાર ડાબકા ગામ ના આરોપી ભુવા સામે સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

ગત તારીખ 18/9 ના રોજ સાગબારા તાલુકા ના ચિમબા પાણી ગામ ની મહિલા ને માનસિક અસ્વસ્થ હોવા થી સસરા અને દિયર દાબકા ગામ ના તાંત્રિક ભુવા ઉતરિયા કોટ વાળિયા પાસે ઈલાજ માટે લઈ જતા સિમ ના ખેતર મા રહેતા ભુવા ને ત્યાં પોહ્નચ્યાં હતા.

ભુવા એ ઈલાજ માટે નદી કિનારે જવું પડશે તેમ કહી કુટુંબજીનો ને દૂર મોકલી દઈ મહિલા ને પોતાની પાસે નદી ના પાણી બેસાડી વાળ પકડી માથું નદી મા ડુબાડી ઘબરાવી નાખી શારીરિક અડપલા કરતા આ બાબત ની જાણ મહિલા એ પોતાની માતા ને કરતા આરોગ્ય કેન્દ્ર ઉપર પૂરતી તપાસ કરાવ્યા બાદ આરોપી ભુવા સામે કાયદેસર ની કાર્યવાહી કરવા ઉમરપાડા ના આરોગ્ય કેન્દ્ર ઉપર થી આરોપી સામે ફરિયાદ કરાઈ હતી.

આધુનિક યુગ માં મેડિકલ ક્ષેત્રે ધરખમ પ્રગતિ છતાં નર્મદા જિલ્લા ના અંતરિયાળ વિસ્તારો મા હજી પણ લોકો ઈલાજ માટે ભૂવાઓ નો આશરો લેતા હોય છે. ત્યારે ખાસ કરી ને યુવતી ઓ અને મહિલાઓ માટે લાલબત્તી સમાન આ બનાવ પદાર્થ પાઠ સમાન છે.


Share to

You may have missed