DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયાની રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ૫૬ મહિલાઓને બ્યુટી પાર્લર કોર્સની તાલીમ આપવ‍ામાં આવી..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

તાલીમ પુર્ણ થયા બાદ તાલીમાર્થી બહેનોને કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકની સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ-રાજશ્રી પોલિફિલ કંપની) દ્વારા પોતાની સીએસઆર યોજના હેઠળ ૫૬ જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર કોર્સની તાલીમ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સેન્ચ્યુરી એન્કા લિમિટેડ યુનિટ-રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા પોતાની સીએસઆર યોજના હેઠળ આજુબાજુના ગામોમાં વિકાસલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે,જેમાં આરોગ્ય શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવતી હોય છે. વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષની સીએસઆર યોજનાની ગ્રાન્ટ હેઠળ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાના લક્ષ્યાંકને ધ્યાને લઇને કુલ ૫૬ બહેનો માટે બ્યુટી થેરાપીસ્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સંદર્ભે બહેનોની સફળતાપૂર્વક તાલીમ પુર્ણ થતાં તેમને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા આપવા તેમજ સમ્માનિત કરવા માટેનો કાર્યક્રમ રામનાથ હોલ ભાલોદ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજપારડી પીઆઇ પી.એચ.ગોહિલ , કંપનીના સી.એફ. ઓ. યોગેશ શાહ, કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (એચ.આર. એન્ડ એડમીન) સંજય અગ્રવાલ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલીમ પામેલ બહેનોને બ્યુટી થેરાપીસ્ટની કીટ અને પ્રમાણપત્ર આપી તેમના ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી સન્માનીત કરવામાં આવ્યા હતા.


Share to

You may have missed