DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

મા ખોડલની આરાધનાનો અનેરો અવસરઃ શ્રી ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થશે ચૈત્રી નવરાત્રિમાં વિવિધ જિલ્લા તાલુકાની શ્રી ખોડલધામ મહિલા સમિતિની બહેનો દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન સહિતના કાર્યક્રમો યોજાશે

Share to

ખોડલધામ :29-03-25ચૈત્રી નવરાત્રિમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ઉજવણી કરવામાં આવશે..હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ ૩૦ માર્ચથી થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રિમાં ભક્તો દ્વારા માં દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ચૈત્રી નવરાત્રિમાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભક્તો માતાજીની ઉપાસના કરતા હોય છે. માતાજીને પ્રસન્ન કરવા ભક્તો દ્વારા અનોખી ભક્તિ કરવામાં આવતી હોય છે. ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને નોમ સુધી માં દુર્ગાની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રિમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધુન-કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ શ્રી ખોડલધામ મંદિર ખાતે યોજાશે. તારીખ ૩૦ માર્ચ ને રવિવારથી ૬ એપ્રિલ ને રવિવાર સુધી શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ જામનગર, ધોરાજી, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટા, રાજકોટ અને મોરબીની મહિલા સમિતિની બહેનો દ્વારા દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજીને માં ખોડલની આરાધના કરવામાં આવશે.


Share to

You may have missed