પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ઝઘડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ સીસી રોડ ૧૦ મહિના જેટલા સમયમાંજ બિસ્માર બની ગયો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના કથિત ગેરવહિવટનો મુદ્દો ચર્ચામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાના એક જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણે ગત તા.૩-૧૦-૨૦૨૪ ના રોજ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી નાણાની કથિત ઉચાપત તથા સરકારી કામમાં ગેરવહિવટ કરાયો હોવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને લેખિતમાં રજુઆત કરી હતી, પરંતું ત્યારબાદ મહિનાઓ વિતવા છતાં તેમની અરજી પર કોઇ કાર્યવાહી નહિ થતાં અરજદારે નાછુટકે માહિતી અધિકાર હેઠળ આરટીઆઇ માંગવાની નોબત આવતા ચકચાર મચી જવા પામી હતી. તેમણે અગાઉ કરેલ અરજીમાં જણાવ્યું હતું કે ઝઘડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ સીસી રોડ ૧૦ મહિના જેટલા સમયમાંજ બિસ્માર બની ગયો હતો.આ બાબતે સરપંચને રજુઆત કરવા છતાં કોઇ સંતોષજનક જવાબ મળ્યો નહતો,તેથી તા.૨૧-૨-૨૦૨૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી હતી પરંતું આજદિન સુધી તે બાબતે કોઇ કાર્યવાહી થઇ નહતી. વધુમાં જણાવાયું હતું કે ઝઘડિયા તાલુકા પંચાયતના તત્કાલીન ઇજનેર કડીવાલા દ્વારા કામનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું અને જિલ્લા પંચાયત દ્વારા કામની તપાસ પણ તેમનેજ સોંપવામાં આવતા તેમની પાસે નિષ્પક્ષ તપાસની આશા કેવી રીતે રાખી શકાય એમ જણાવ્યું હતું.
ઉપરાંત પંચાયતના વહિવટમાં ભ્રષ્ટાચારની બુમો ઉઠતા અરજદાર મહેન્દ્રસિંહ દ્વારા એક આરટીઆઇ તા.૧૨-૧૨-૨૦૨૩ ના રોજ કરવામાં આવી હતી,જેમાં પંચાયત દ્વારા માહિતી ન અપાતા તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં અપીલ કરી હતી.ત્યારબાદ નાયબ ડીડીઓના આદેશથી મળેલ માહિતીમાં ૭ મુદ્દામાં બે મુદ્દા સ્ટ્રીટ લાઇટની ખરીદીના બિલો અને પંચાયત દ્વારા ડેડ સ્ટોક રજીસ્ટર નિભાવેલ નહતું તેમ આરટીઆઇ દ્વારા માંગેલ માહિતીમાં ફલિત થયું હતું.ઉપરાંત પંચાયત દ્વારા ખરીદાયેલ લાઇટોની કિંમતમાં પણ તફાવત હોવાનો આક્ષેપ તે સમયે કર્યો હતો.અરજીમાં વધુમાં જણાવાયું હતું કે ઝઘડિયા ગ્રામ પંચાયતમાં આ તમામ સેટિંગ માટે એક નિવૃત તલાટી ઇસ્માઇલ મલેકને કામ પર રાખેલ છે અને સરપંચ દ્વારા જે સાઇડ ઇન્કમ મેળવીને આ લોકોના ભ્રષ્ટાચારને કઇ રીતે યોગ્ય ઠેરવવો તે ગોઠવી આપે છે એમ આક્ષેપ કર્યો હતો.રસ્તા અને સ્ટ્રીટ લાઇટના ભ્રષ્ટાચાર બાબતની અરજી બાબતે કોઇ કાર્યવાહી થઇ નહતી એમ વધુમાં જણાવાયું હતું.આને લઇને અરજદાર મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણ દ્વારા ગતરોજ તા.૨૪ મી માર્ચના રોજ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પંચાયત ભરૂચને આરટીઆઇ અંતર્ગત માહિતી માંગતી અરજી દ્વારા માહિતી માંગી હતી કે તેમણે અગાઉ કરેલ અરજી પર અત્યારસુધી થયેલ પ્રગતીની વિગતો ,તા.૩-૧૦-૨૦૨૪ ના રોજ કરેલ અરજી અન્વયે જવાબદાર તપાસ અધિકારી તરફથી ૨૨-૩-૨૦૨૫ સુધી કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો તેમજ ઉપરોક્ત અરજીની તારીખથી લઇને તા.૨૨-૩-૨૦૨૫ સુધીના સમયગાળામાં લેવાયેલ નિર્ણયની તમામ વિગતો સાથેની માહિતી માંગી હતી, આને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકાની ઘણી ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચારનું દુષણ વ્યાપક બન્યું હોવાની લોકચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે ત્યારે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના કથિત ગેર વહિવટને લઇને એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ માંગવામાં આવતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની છે.
#DNSNEWS
More Stories
જુનાગઢ ના માંગરોળ તાલુકાના ખોડાદા ગામની સીમ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 9 સકુનીઓને પોલીસે ઝડપ્યા
જૂનાગઢ માં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત જુનાગઢ પોલીસ દ્વારા કોમ્બીંગ કરી ગેરકાયદેસર વીજ ચોરીના સાત કેસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
જૂનાગઢ જોષીપરા સ્થિત નારાયણ આશ્રમનાં મધ્યસ્થ ખંડમાં વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા યોજાયો પરિવાર મિલન કાર્યક્રમ