પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા ગાંધીનગર તરફથી મળેલ સુચના અન્વયે પોસ્ટે વિસ્તારમાં ૧૦૦ કલાકમાં ગે.કા પ્રવુતી કરતા ઇસમોની યાદી તૈયાર કરી આવા પ્રવુતી કરતા ઇસમો ના રહેણાંક મકાનોએ તપાસ કરી તેઓની વિરૂધ્ધમાં કોઇ ગે.કા.પ્રવૃતી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા ઇ.ચા.પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ નાઓએ પો.સ્ટે.વિસ્તારમાં કોઇ ગે.કા પ્રવૃતી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી રોહીતકુમાર ડાગર સાહેબ વિસાવદર વિભાગ વિસાવદર નાઓના માર્ગદશન મુજબ ઇ.ચા.પો.ઇન્સ શ્રી એસ.એન.સોનારા નાઓએ અસામાજીક તત્વોની યાદી વાળા ઇસમો ના ઘર રહેણાક મકાન ચેક કરવા પી.જી.વી.સી.એલ અધિકારી તથા પંચાયત વિભાગના અધિકારી/કર્મચારી સાથે પરામર્સ કરી આજરોજ તા.૨૬/૦૩/૨૦૨૫ ના રોજ પોલીસ તથા પી.જી.વી.સી.એલના અધિ/કર્મચારી તથા પંચાયત વિભાગના અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી પી.જી.વી.સી.એલ અધિકારી/કર્મચારીઓ તથા પંચાયત વિભાગના અધિકારી/કર્મચારી સાથે રહી મેંદરડા ટાઉન વિસ્તાર તેમજ મેંદરડા પો.સ્ટે વિસ્તારના ગામડામાં જઈ તેઓના રહેણાક મકાનોએ તપાસ કરતા અલગ અલગ ઇસમોના રહેણાક મકાનોએથી ગે.કા વીજચોરીના કુલ-૭ કેસ કરવામા આવેલ જેમા અંદાજે રૂપીયા ૧,૬૯,૦૦૦/- દંડ તેમજ સદર ઇસમો વિરુધ્ધ કુલ- ૮ અટકાયતી પગલા તેમજ ૧ પ્રોહી કબ્જાનો કેસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી મેંદરડા પોલીસ સ્ટેશનના I/C PI એસ.એન.સોનારા સા.તથા ASI એસ.ડી.સોંદરવા, ASI ડી.એન.ગળચર,ASI ડી.પી. સોલંકી HC બી.સી.વાળા તેમજ મેંદરડા પોલીસ સ્ટાફ દ્રારા કામગીરી કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો