જુનાગઢ જીલ્લાના માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડાદા ગામની સીમ વિસ્તારમાંથી જુગાર રમતા કુલ-૦૯ ઇસમોને રોકડ રૂ.૨,૧૬,૦૦૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૨,૨૬,૫૦૦ /- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઈ.ચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના આપવામા આવેલ હોય તેમજ હાલમા જુનાગઢ જીલ્લામાં પ્રોઠીબીશન/જુગારના કેશો કરવા અંગેની ડ્રાઇવ ચાલુ હોય જે અન્વયે કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત વોચ તપાસમાં રહી પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. દરમ્યાન કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના એ.એસ.આઈ. પુંજાભાઇ ભારાઈ, વિક્રમભાઈ ચાવડા તથા પો.હે.કો. મહેન્દ્રભાઇ ડેર, સાઠીલ સમા તથા પો.કોન્સ, ચેતસિંહ સોલંકી નાઓને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, ખોડાદા ગામની સીમમાં આવેલ નાળીયેરીની વાડી પાસે જાહેર રસ્તામાં વાડીના લાઇટના અજવાળામાં અમુક ઇસમો તીનપતી નામનો હારજીતનો પૈસા પાના વડે જુગા૨ ૨મે છે જે બાતમી હકિકત આધારે સદરહું જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા કુલ-૦૯ ઇસમોને રોકડા રૂ.૨,૧૬,૦૦૦/- તથા મો. ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૫૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ.00/-તથા પાથરણુ નંગ-૧ કી રૂ ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ. ૨,૨૬,૫૦૦/-ના ના મુદામાલ સાથે મળી આવતાં તમામ ઇસમો વિરુધ્ધ માંગરોળ મરીન પો.સ્ટે. ખાતે જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
– જુગાર રમતા આરોપીઓઃ-
૧) મયુરભાઈ બાબુભાઈ શાપુર તા. માંગરોળ
૨) અરજણભાઈ કરશનભાઈ વાઢીયા ગામ ફરેર તા કુતીયાણા જી.પોરબંદર
(3) વિમલ લખમણભાઈ બામરોટીયા લોએજ તા.માંગરોળ
૪) હર્શેખ ગોવિદભાઈ વાઘેલાઘોડાદર તા.માંગરોળ
(૫) દિલીપ ઉર્ફે દેસુર પરબતભાઈ ઓડેદરા ખીરસરા ઘેડ તા.કેશોદ
(૬) કારા નેભાભાઈ બાપોદરા કેરાળા તા રાણાવાવ જી. પોરબંદર
(૭) અજય રાજુભાઈ પંડીત- શીલ જાપા વીસ્તાર તા.માંગરોળ
(૮) શ્યામ ગીગાભાઈ સગારકા મેરવદર તા.ઉપલેટા જી.રાજકોટ મુળ ધોડાદર તા.માંગરોળ
(૯) વિજય મુળુભાઇ ઓડેદરા પોરબંદર નરસંગ ટેકરી સાઈબાબા ના મંદીર પાસે
(૧૦) હાજર નહી મળી આવેલ ધ્રુવ માલદેભાઈ મકવાણા રહે ખોડાદા તા.માંગરોળ
– કબ્જે કરવામાં મુદામાલ– રોકડા રૂ.૨,૧૬,૦૦0/-પાથરણુ નંગ-૧ ડી 3.00/00 ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-મો.ફોન ૨ કિ.૧૦,400/- મળી કુલ કિ.રૂ.૨,૨૬,૫૦૦/-
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે રાત્રિના પોલીસ બંદોબસ્ત તૈનાત કરવા માંગ.
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાહેબ દ્વારા જૂનાગઢ પોલીસ નેત્રમ શાખાને CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવા બદલ સતત ૧૫ મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ આપી કુલ ૨૦માં એવોર્ડથી સન્માનીત કરાયા
ભવનાથ શીવરાત્રી મેળા દરમીયાન યાત્રાળુનોના ગુમ થયેલ કુલ-૨૧ મોબાઇલ શોધી કાઢી જુનાગઢ ભવનાથ પોલીસે મૂડ માલિક અરજદારને પરત સોપી આપ્યા