DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભવનાથ શીવરાત્રી મેળા દરમીયાન યાત્રાળુનોના ગુમ થયેલ કુલ-૨૧ મોબાઇલ શોધી કાઢી જુનાગઢ ભવનાથ પોલીસે મૂડ માલિક અરજદારને પરત સોપી આપ્યા

Share to



જુનાગઢ રેન્જના આઈ.જી.પી.શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બી.યુ.જાડેજા સાહેબ નાઓની સૂચના તેમજ જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભવનાથ ખાતે શીવરાત્રી મેળા દરમીયાન અરજદારોના ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે.પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી અરજદારોના ગુમ થયેલ કુલ ૨૧ મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા ૩,૧૩,૦૦૦/- ની છે તે મોબાઇલ ફોન શોધી કાઢી “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” દરમીયાન અરજદારોને તેમના મોબાઇલ ફોન પરત સોંપી આપેલ છે જે તમામ અરજદારોએ પોતાનો મોબાઈલ સહી સલામત પરત મળતા તેમણે ભવનાથ પોલીસ તથા જુનાગઢ પોલીસ નો આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી અનુભવેલ छे.

જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે.પરમાર સાહેબ તથા ભવનાથ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.એન.વી.રામ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.બી.અખેડ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ અરજણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ કાનાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવનભાઇ જીલુભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીખુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ હમીરભાઈ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના ટેકનિકલ વિભાગના એ.એસ. આઈ કમલેશભાઈ કીડીયા વિગેરે પોલીસ સ્ટાફે કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed