DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે રાત્રિના પોલીસ બંદોબસ્ત તૈનાત કરવા માંગ.

Share to


નેત્રંગ. તા.૨૭-૦૩-૨૫

નેત્રંગ-વાલીયા રોડ પર રેફરલ હોસ્પિટલની સામે નેત્રંગ તાલુકાની અલગ રચના થયા બાદ સરકાર થકી વિશાળકદ ધરાવતુ તાલુકા સેવાસદન બિલ્ડીંગ આવેલ છે.
આ સેવાસદન બિલ્ડીંગમા હાલની તારીખમા મામલતદાર કચેરી, તાલુકા સીવીલ કોર્ટ, પુસ્તકાલય, પાણી પુરવઠા વિભાગ ની ત્રણ શાખા સહિતની અનેક કચેરીઓ કાર્યરત છે.
આ તાલુકા સેવાસદનનુ કમ્પાઉન્ડ વિશાળ હોવાથી નગરમા રહેતા બાળકોથી લઇ ને સિનિયર સિટીઝન લોકો વહેલી સવારે તેમજ રાત્રિના ચાલવા માટે જાઇ છે. કારણકે નગરની ચારે તરફ ના રોડ રસ્તાઓ ખરાબ છે અને વાહન ધારકો બેફામ પણે વાહનો હંકારતા હોવાના કારણે રોડ સાઇડ પર ચાલવુ જોખમ હોવાના કારણે તાલુકા સેવાસદન કમ્પાઉન્ડ સલામત હોવાથી લોકો ચાલવા માટે જાય છે.
તેવા સંજોગોમાં નેત્રંગના મામલતદાર રીતેશ બી કોકણીએ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઇ ને લેખિત રાવ નાંખી રાત્રિના આઠ થી સવારના આઠ વાગ્યા સુધી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવાનોની માંગ કરવામા આવી છે. કારણકે સેવાસદન બિલ્ડીંગ મા અનેક કચેરીઓ આવેલ છે, રાત્રિના સમયે લોકોની અવરજવર કમ્પાઉન્ડમા વધારે રહેતી હોવાથી કચેરીઓનો કિમતી રેકોર્ડ તેમજ સામાન ચોરી થવાનો ભય રહેલો છે. જેને લઈ ને પોલીસ બંદોબસ્ત ની સાથે સાથે સેવાસદનના તમામ ગેટ પર તાળા મારવાની કવાયત હાથ ધરવામા આવી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed