DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાહેબ દ્વારા જૂનાગઢ પોલીસ નેત્રમ શાખાને CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવા બદલ સતત ૧૫ મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ આપી કુલ ૨૦માં એવોર્ડથી સન્માનીત કરાયા

Share to


ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ *CCTV કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, *ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે.._

જૂનાગઢ રેંજના *આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ જીલ્લા ઇચા. પોલીસ વડા શ્રી  બી.યુ.જાડેજા સાહેબ દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ *CCTV કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા,  કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, *પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે._
જે અંતર્ગત જૂનાગઢ *હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને ૨૬ પોલીસ સ્ટાફ તથા એન્જીનીયરશ્રીઓ ૨૪*૭ ફરજ બજાવે છે.

( Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૪ ના ક્વાર્ટર-૩(તા. ૦૧/૦૭/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૪)  અને ક્વાર્ટર-૪ (તા. ૦૧/૧૦/૨૦૨૪ થી ૩૧/૧૨/૨૦૨૪ સુધીના) સમયગાળા દરમ્યાન *CCTV કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા બંને ક્વાટરમાં ક્વાર્ટર-૩(તા. ૦૧/૦૭/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૪)  અને ક્વાર્ટર-૪ (તા. ૦૧/૧૦/૨૦૨૪ થી ૩૧/૧૨/૨૦૨૪ સુધી)  *જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ છે. આમ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ૧૫ મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો._

_નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂની ટીમના હેડ કોન્સ્ટેબલ રામસિંહભાઇ ડોડિયા તથા પોલીસ કોન્સ. શ્રી વીજયભાઇ છૈયાને ગાંધીનગર ખાતે *ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ દ્રારા  નેત્રમ શાખાને ૨૦ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ ૧૫ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, જેમાં બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં ૧૫ મી વખત *પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ તથા અગાઉ ૧૪ વખત બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, તેમજ 3 વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે._
વર્ષ એપ્રીલ – ૨૦૨૧ થી ડિસેમ્બર – ૨૦૨૪ સુધી CCTV કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્રારા કુલ ૧૮૯૮ કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે જે ૧૮૯૮ કેસો પૈકી ૧૮૪૪ કેસો જૂનાગઢ જિલ્લાના અને ૫૪ જેટલા કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવ ભુમી દ્રારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને સુરતમાં બનેલ બનાવનો ભેદ જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા ઉકેલાયેલ છે અને કુલ રૂ. ૮,૩૭,૭૪,૦૧૫/- (આઠ કરોડ સાડત્રીસ લાખ ચીમોતેર હજાર પંદર) નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે.
– હીટ & રન – ૨૨૯ કેસ,
– કીડ્નેપીંગ- ૭ કેસ,
– ગુમ થયેલ વ્યક્તિ – ૨૮૬ કેસ
– ખોવાયેલ વસ્તુઓ – ૫૦૪ કેસ (રીકવર કરેલ મુદામાલની રકમ : ૧,૫૮,૨૭,૨૧૮/-)
             (મોબાઇલ ફોન, પાકીટ, રોકડ રૂપીયા, ડોક્યુમેન્ટસ વિગેરે)
– લુંટ/ સ્નેચીંગ – ૩૦ કેસ (મુદામાલની રકમ : ૩,૧૮,૬૪,૮૪૪/- રૂ)
– ચોરી – ૩૩૩ કેસ (મુદામાલની રકમ : ૩,૧૨,૪૨,૯૧૩/- રૂ)
       (વાહન, રોકડ રૂપીયા, સોનાના દીગીના વિગેરે )
– ખુન – ૧૩ કેસ
– ખુનની કોશીષ – ૬ કેસ
– પ્રોહીબીશન : ૨૪૫ કેસ
– આપઘાત : ૯ કેસ
– છેતરપીંડી : ૩૨ (મુદામાલની રકમ : ૧૭,૬૬,૫૪૦/- રૂ)
– અન્ય : ૨૦૪ કેસ (મુદામાલની રકમ : ૩૦,૭૨,૫૦૦/- રૂ)

કુલ ૧૮૯૮ કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.
કુલ રૂ. ૮,૩૭,૭૪,૦૧૫/- (આઠ કરોડ સાડત્રીસ લાખ ચીમોતેર હજાર પંદર)

ઇચા. *જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બી.યુ.જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખામાં પી.એસ.આઇ. પ્રતિક મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, વિક્રમભાઇ જીલડીયા, લાખાભાઇ ટિંબા, જાનવીબેન પટોડીયા, શિલ્પાબેન કટારીયા, અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, વિજયભાઇ છૈયા, સુખદેવભાઇ કામળીયા, રૂપલબેન છૈયા, નરેન્દ્રભાઇ દયાતર, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, ખુશ્બુબેન બાબરીયા, મિતલબેન ડાંગર, ભાવિષાબેન સીસોદીયા, એન્જીનીયર રેયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, નિતલ મહેતા, કીસનભાઇ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, જેમીનભાઇ ગામી, સતિષભાઇ ચૌહાણ  એમ કુલ ૨૬ સ્ટાફ દ્રારા CCTV કેમેરાથી ૨૪*૭ મોનીટરીંગ કરી અને કામગીરી કરવામા આવે છે._  

જૂનાગઢ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને તેમની ટીમને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્બર – ૨૦૨૧, એપ્રીલ – ૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ    ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન – ૨૦૨૨, સપ્ટેમ્બર -૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડીસેમ્બર -૨૦૨૨, ફેબ્રુઆરી -૨૦૨૩, એપ્રીલ – ૨૦૨૩ અને જુલાઇ – ૨૦૨૩, સપ્ટેમ્બર -૨૦૨૩(બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ફેબ્રુઆરી – ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), જુન – ૨૦૨૪ (બંને ક્વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), ઓક્ટોબર – ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં) માર્ચ – ૨૦૨૫ ( બંને ક્વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં) પણ *ડી.જી.પી. શ્રી દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી દ્રારા ફક્ત ૪ વર્ષના અંતરે ૨૦ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.
જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા વર્ષ ૨૦૨૪ ના       ક્વાર્ટર-૩(તા.૦૧/૦૭/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૪) અને ક્વાર્ટર-૪ (તા.૦૧/૧૦/૨૦૨૪ થી ૩૧/૧૨/૨૦૨૪ સુધીના)  સમય ગાળા દરમ્યાન *CCTV* કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં *ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબના હસ્તે બંને ક્વાર્ટરમાં સમગ્ર *ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરનો એવોર્ડ મેળવેલ અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને તેમની સમગ્ર ટીમને *જૂનાગઢ રેંજના આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા સાહેબ, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી બી.યુ.જાડેજા સાહેબ તથા વિસાવદર ડીવીઝનના એ.એસ.પી. શ્રી રોહીતકુમાર સાહેબ, એ.એસ.પી. શ્રી હર્ષ શર્મા સાહેબ, જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબ, જૂનાગઢ શહેર ડીવીઝનના ડી.વાય.એસ.પી. શ્રી હિતેષ ધાંધલીયા સાહેબ, કેશોદ ડી.વાય.એસ.પી. શ્રી બી.સી.ઠક્કર સાહેબ તથા માંગરોળ ડીવીઝનના ડી.વાય.એસ.પી. શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ, એસ.સી .એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. શ્રી રવીરાજસિંહ પરમાર સાહેબ, દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે._

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed