છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ધુળેટીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. જિલ્લા પોલીસના જવાનો, ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારજનોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ રંગોની છોળો ઉડી. પાણીની ટેન્કરમાંથી પાણી છંટકાવ કરવામાં આવ્યો હતો. ડીજેના તાલે સૌએ નાચગાન કરીને ધુળેટીના પર્વની મજા માણી હતી.જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે આ પ્રસંગે જિલ્લાવાસીઓ અને દેશવાસીઓને હોળી-ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી. દેશભરમાં ઉજવાઈ રહેલા આ રંગોત્સવમાં છોટાઉદેપુર પોલીસ પરિવારે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


More Stories
રાજપીપલાના રાજા વેરીશાલજી મહારાજાના જન્મથી લઈને માઁ હરિસિદ્ધિ પ્રસન્ન થયા બાદ રજવાડી નગરીમાં માતાજીના સ્થાનકની સ્થાપનાથી શરૂ થયેલી પરંપરાનો ઐતિહાસિક વારસાનો આજે પણ લોકોમાં જબરો ક્રેઝ
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા-અન્ય નવ ઇસમો નાશી ગયા
પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ ધુળેટી પર્વ ની બોડેલી નગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ