DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ ધુળેટી પર્વ ની બોડેલી નગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

Share to



બોડેલીમાં ધુળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ  ધુળેટી પર્વ ની ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી

બોડેલી નગર સહિત જિલ્લાના વિવિધ શહેરો અને ગામોમાં  હોલિકા દહન બાદ ધૂળેટીનું પર્વ મનાવવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ મહોલ્લા, શેરીઓ અને સોસાયટીના યુવકો, બાળકો તેમજ  વડીલો સહિત સૌ કોઈ વિવિધ રંગો લઈ આવી એકબીજા ઉપર છાંટી રંગોથી રંગીન કરી દેવાયા હતા તો કેટલાક યુવકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતા ન હોવાથી એકબીજાને ન ઓળખી શકે તેવા રંગાયા હતા. તો કેટલાક વિસ્તારોમાં પિચકારીઓથી રંગની છોળો છોડી પ્રેમના પ્રતિક સમા પર્વની ઉજવણી કરી હતી.
રંગોનુ પર્વ હોળી ધુળેટી બોડેલી નગરમાં આનંદ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું ધુળેટીના પર્વ  પહેલા  સાંજના સમયે માં શહેરમાં અનેક જગ્યાઓ પર પરંપરા અનુસાર હોળી પ્રગટાવવામાં આવી હતી અને લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી હતી અને વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સારુ રહે તેવી મનોકામના માંગી હતી.
તો હોળી પછીનો  દિવસ એટલે ધુળેટી સવારથી જ નાનાબાળકો અને મોટેરાઓ ભાઈઓ-બહેનો સૌ કોઈ હાથમાં વિવિધ રંગ લઈને એક બીજાને રંગીને ધુળેટીનુ પર્વ મનાવ્યું હતું. અને અબીલ ગુલાલ એકબીજા પર નાખી શુભેચ્છાઓ પાઠવી હતી પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ હોળી અને ધુળેટી પર્વ ની ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to