DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા-અન્ય નવ ઇસમો નાશી ગયા

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે પત્તાપાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા,જ્યારે અન્ય નવ ઇસમો પોલીસની રેઇડ જોઇને નાશી ગયા હતા. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસ ટીમને ખરચી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગોવાલી ગામે લીમડી ફળિયામાં પંચવટી બાગ નજીકના એક મકાનના પતરાના શેડની નીચે બેસીને કેટલાક ઇસમો રૂપિયાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા ત્યાં બેસીને કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા. પોલીસની રેઇડ જોઇને કેટલાક ઇસમો નાશી ગયા હતા,જ્યારે બે ઇસમો ઝડપાઇ ગયા હતા. ઝડપાઇ ગયેલ ઇસમોના નામ પુછતા તેમના નામ સુરેશ કાલિદાસ વસાવા અને દિપક રેવાદાસભાઇ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલ ઇસમો પાસેથી નાશી ગયેલ નવ ઇસમોના નામો જાણવા મળ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા ૯૯૦ તેમજ જુગાર રમવાના પત્તાપાના કબ્જે લઇને જુગાર રમતા પકડાયેલ તેમજ નાશી ગયેલ ઇસમો; (૧)સુરેશ કાલિદાસભાઇ વસાવા,(૨)દિપક રેવાદાસભાઇ વસાવા,(૩)દલસુખ અમીરભાઇ વસાવા,(૪)શૈલેશ રમેશભાઈ વસાવા,(૫)કિશન મનાભાઇ વસાવા,(૬)રમેશ મથુરભાઇ વસાવા,(૭)દિલિપ મથુરભાઇ વસાવા,(૮)રાજુ ઇશ્વરભાઇ વસાવા,(૯)નિલેશ મોહનભાઈ વસાવા,(૧૦)કિરણભાઇ તેમજ (૧૧)અનિલભાઇ તમામ રહે.ગામ ગોવાલી લીમડી ફળિયું તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.#DNSNEWS


Share to

You may have missed