પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ઝગડીયા તાલુકાના ઉંચેડીયા ની સિમ મા સુચિત નવનિર્માણ પામી રહેલ પ્રભુનું ઘર આશ્રમમા કન્ટ્રકશનનો સામાન તથા સબ મર્શીબલ મોટર મળી કુલ રૂપીયા-૩૨,૦૯૦/- ના મુદ્દામાલની ચોરી થયેલ હતી જેની ઝગડીયા પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તપાસ હાથ ધરેલ જે તપાસ દરમ્યાન આ ચોરીને અંજામ આપનાર આરોપી રાણીપુરા તા.ઝઘડીયા ખાતેનો હોવાનુ તપાસ દરમ્યાન જણાઇ આવતા આ ગુનામાં સંડોવાયેલ આરોપીને હ્યુમન સોર્સીસથી શોધી કાઢવામાં સફળતા મળી હતી જે આરોપીને પોલીસ દ્વારા પકડી ઉપરોક્ત અનડીટેકટ ચોરીનો ગુનો ડીટેકટ કરી આરોપીને કોર્ટમાં રજુ કરી દિન – ૦૫ ના રીમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા પકડાયેલ આરોપીના દિન–૦૧ ના રીમાન્ડ મંજુર કરતા આરોપીની સઘન પુછપરછ-તપાસ કરતા ચોરીમાં
ગયેલ મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ લોખંડની સેન્ટ્રીંગની પ્લેટો નંગ- ૩૧ એક પ્લેટની કિ.રૂ ૩૫૦ લેખે કુલ કિ.રૂ
૧૦,૮૫૦/- તથા લોખંડની શીકંજી નંગ-૧૬ એક શીકંજીની કિ.રૂ ૧૨૦ મળી કુલ કિ.રૂ ૧,૯૨૦/- ગણી કુલ
મુદ્દામાલ કિ.રૂ ૧૨,૭૭૦/-નો રીકવર દિલીપ ઉર્ફે દિલો ઉર્ફે ટેકટર અમરસીંગભાઇ શીતલાભાઇ વસાવા રહે.રાણીપુરા, પીપરી ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચ. ને ઝડપી લેવામાં આવ્યો હતો