પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS
એલસીબીની ટીમે રૂપિયા ૫૬૭૩૬ નો મુદ્દામાલ ઝડપી લઇને આ ગુના હેઠળ એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના દધેડા ગામે ડબ્બા ફળિયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી ઝડપી લઇને આ ગુના હેઠળ એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દધેડા ગામે ડબ્બા ફળિયામાં રહેતા રવિભાઇ શરદભાઇ વસાવાએ તેના ઘરની પાછળ આવેલ નાળા પાસે ભુંગળામાં ઇંગ્લીશ દારૂ મંગાવીને સંતાડી રાખેલ છે. એલસીબીની ટીમે બાતમી મુજબના સ્થળે જઇને રૂપિયા ૫૬,૭૩૬ ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી કુલ ૨૪૦ નંગ બોટલો ઝડપી લઇને દારૂનો આ જથ્થો મંગાવીને સંતાડી રાખનાર રવિભાઇ શરદભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરીને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.