December 11, 2024

*સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો એ તાળાબંધી કરતા શિક્ષણ વિભાગ માં દોડધામ*

Share to

ટી.પી.ઓ અને ટીડીઓ ની ટીમ જઈ ને ગામજનો ને સમજાવતા શાળા ખોલવામાં આવી

શિક્ષકોની અંદરો અંદરની લડાઈ માં બાળકો નાં શિક્ષણ પર પડી રહી છે અસર..

(ઈકરામ મલેક રાજપીપળા) : સાગબારા તાલુકાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળા માં શિક્ષકો અને ગ્રામજનોની માથાકૂટ માં એક શિક્ષિકાની બદલી કરાવવા બુધવારે શાળાને તાળાબંધી કરવામાં આવી અને શિક્ષિકાની બદલી નાં થાય ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખવા ગ્રામજનો એ જીદ પકડતા નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શાળાઓ માં પણ શિક્ષકો શિક્ષકો વચ્ચે ચાલત રાજકારણ માં બાળકો હંમેશા પીસાતા હોય છે પરંતુ શિક્ષકો એ બાબત સમજી લે જે બાળકો છે તો પોતે છે.અને પોતાની નોકરી છે.તો તેમને 60 થી 70 હજાર ઊંચા પગારો મળે છે. પંરતુ અંદરોઅંદર નાં ઝઘડામાં શિક્ષણ વિભાગનું નામ બગડે છે..આં વાત છે સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાની 1 થી 5 ધોરણ ની સ્કૂલ અને 74 બાળકો આં સ્કુલમાં ભણે છે. ત્રણ શિક્ષકો છે. હાલમાં એક શિક્ષિકા જેમનું નામ નયનાબેન વસાવા છે. ગ્રામજનો નો આક્ષેપ છે કે આં શિક્ષિકા નું વર્તન સારું નથી ગામના વડીલો સાથે પણ ગમેતેમ બોલે છે. એટલું જ નહિ શાળામાં બાળકો ને કાઈ શીખવતા પણ નથી. જેથી બાળકો તેમની સાથે નહીં પણ બીજા શિક્ષકો પાસે ભણવાનું પસંદ કરે છે. એટલે આં શિક્ષિકા નયના વસાવા ની બદલી કરવામાં આવે જ્યાં સુધી સ્કૂલમાંથી શિક્ષિકાની બદલી નહિ થાય ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખીશું કરી સવારે શાળાના સમયે બાળકો આવ્યા અને બધાને બહાર કાઢી આખું ગામ ભેગું થયું અને સ્કૂલને તળા બંધી કરી હતી.

પ્રાથમિક શાળા ને તળાબંધી નાં સમચાર મળતા જિલ્લા શિક્ષણાધિકારી ની સુચનાથી તાલુકા શિક્ષણાધિકારી નાનસિંગ વસાવા અને તાલુકા વિકાસ અધિકારી મહેશ વસાવા સહિત શિક્ષણ વિભાગની ટીમ ખોચરપડા ગામે પહોચી ગ્રામજનો ને સમજાવી બાળકોનાં શિક્ષણ ને નાં બગાડો આં બદલીઓ અમારા હાથમાં નથી સરકાર માં રજુઆત કરી છે. કહી સમજાવતા ગ્રામજનો એ શાળા નું તાળાબંધીને ખોલી સ્કૂલ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી.

બોક્સ: ચાર મહિનામાં બીજી વાર સ્કૂલને તાળાબંધી

શિક્ષિકા નયનાબેન જેઠાભાઈ વસાવા સાથે ગામજનો ઝગડો થયો 5 સપ્ટેમ્બર 24 નાં રોજ તું..તું.. મે.. મે..થઈ સામસામે બોલાચાલી થતાં ગામજનો એ આં નયનાબેન નું વર્તન સરું નથી સહિતના ગંભીર આક્ષેપો લગાવી 6 સપ્ટેમ્બર નાં ડીડીઓ ને લેખિત આવેદન આપ્યું કોઈ કાર્યવાહી નાં થતાં 2 ઓકટોબર 24 નાં રોજ શાળાને તાળાબંધી કરી. બસ થઈ જશે એવા આશ્વાશન બાદ શાળા ખોલી પણ છતાં કોઈ કાર્યવાહી નાં થતાં બુધવારે 11 ડિસેમ્બરે 24 નાં રોજ ફરી તાળાબંધી કરી ફરી અધિકારીઓ શાળા એ પહોચી સમજાવટ કરી શાળા ખોલાવી પરંતુ આવું થાય છે કેમ શું ખરેખર નયનાબેન સરું નથી ભણાવતા કે બીજી કોઈ બાબત છે. પણ ગ્રામજનો એક વાલી તરીકે શિક્ષકો ની તપાસ કરે કોણ કેવું ભણાવે અને કેટલી મહેનત કરે જો તાળા મારવા કરતા આટલી કાળજી રાખે તો પણ શિક્ષણ સુધરે.


Share to

You may have missed