December 5, 2024

જૂનાગઢ,ભવનાથ ગીરનાર પરીક્રમામાં ભીડનો લાભ લઇ નજર ચુકવી મોબાઇલ ફોનની ઉઠાંતરી કરતા ગેંગના ચાર ઇસમોને બોરદેવીથી કુલ-૨૧ મોબાઇલ ફોન કિ.રૂ.૧,૯૦,૫૦૦/- સાથે પકડી પાડતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. તેમજ હાલમાં જુનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં ગીરનાર લીલી પરીક્રમા બંદોબસ્ત ચાલુ હોય અને આજરોજ કાઈમ બ્રાન્ચના જૂનાગઢના પો.ઇન્સ શ્રી જે.જે.પટેલ સા.ની સુચના મુજબ માળવેલા ઘોડી થી લઇ બોરદેવી સુધી ફરજ પર રહેલ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. પુંજાભાઈ ભારાઈ તથા પો.હે.કો. વનરાજશિંહ ચુડાસમા, પો.કો. ચેતનસિંહ સોલંકી તથા સી ડીવી. પો.સ્ટે.ના પો.કોન્સ. રાજયભાઈ ચૌહાણ તથા જૂનાગઢ પો હેડ કવાટરના પોહેડ કોન્સ. પ્રકાશભાઈ ડાભી તથા ચોરવાડ પો.સ્ટે.ના પો.કોન્સ. સુખદેવસિંહ સિસોદીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો બંદોબસ્ત સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નળપાણીની ઘોડી તરફથી બોરદેવી તરફ માણસો આવતા હતા અને આ માણસોની ગીરદીમાં ચાર ઇસમો ધકામુકી કરી વચ્ચે જય થોડીવાર માણસોના ટોળામાંથી બહાર નિકળી જતા હોવાનું જણાય આવતા હોય જેથી ચારેય ઇસમોને રાઉન્ડ અપ કરી. અંત્રે કાઈમ બ્રાન્ચ ખાતે લાવી ચેક કરતા મજકુર ચારેય ઈરામો પારોથી મોબાઈલ ફોન મળી આવેલ આવતા મોબાઈલ ફોન બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોય. મજકુર ઇસમો પાસેથી નીચે મુજબના મોબાઈલ ફોનો મળી આવેલ. જેની વિગત નીચે આપેલ પત્રક વિગતે છે. ઉપરોક્ત ચારેય ઈસમો પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનના બીલ અથવા કોઈ આધાર પુરાવા હોય તો રજુ કરવાનું જણાવતા કોઇ આધાર પુરાવા કે બીલ નહી હોવાનું જણાવેલ અને મજકુર ચારેય ઇસમને આ મોબાઇલ ફોન બાબતે પુછતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય અને ગલ્લા તલ્લા કરતા હોય. જેથી મજકુર ચારેય ઇસમોએ મળી આવેલ મોબાઈલ ફોન ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવેલ. જેથી ઉપરોકત મળી આવેલ મોબાઈલ ફોન નંગ-૨૧ ની કિ.રૂ.૧,૯૦,૫૦૦/- ગણી શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી મજકુર ચારેય ઇસમોને બી.એન.એસ.એસ. કલમ મુજબ ધોરણસર અટક કરી ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

અટક કરેલ આરોપીઓ ભીખુભાઈ ઘેલાભાઈ કારોલીયા, રાજકોટ, રૈયા ચોકડી પારો, આલાપ ગ્રીન સીટી

– (૨) રાજુ ઉર્ફે બુચો સ/ઓ ભરતભાઈ દોલાભાઈ કારોલીયા, જામનગર, સાત ૨૨તા, બાયપાસ પાસે,ઝુંપડામાં (હાલ) રાજકોટ, રૈયા ચોકડી પાસે, આલાપ ગ્રીન સીટી પાસે ►- (3) મેશ ઉર્ફે ડુટો સ/ઓ દલાભાઈ જગાભાઈ સોલંકી, . રાજકોટ, ગોંડલ ચોકડી, વાવડી રોડ, પુનિતનગર, પાણીની ટાંકીની સામે, ઝુંપડામાં

– (૪) દુદાભાઈ ઉર્ફે ભાટીયો સ/ઓ ભુપતભાઈ રાજુભાઈ સોલંકી, રાજકોટ, ગોંડલ ચોકડી, વાવડી

આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે. પટેલ તથા એ.એસ.આઈ. પુંજાભાઈ ભારાઇ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, પો.કોન્સ, ચેતનરિસંહ સોલંકી, ગી ડીવીઝન પો.સ્ટે.ના સંજયભાઈ ચૌહ્મણ તથા ચોરવાડ પો.સ્ટે.ના પો.કોન્સ. સુખદેવસિંહ સિસોદીયા તથા પો. હેડ કવા.ના પો.હેડ કોન્સ. પ્રકાશભાઈ ડાભી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed