DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ગણેશ સુગર વટારીયાની પીલાણ સીઝનનો આજના લાભ પાંચમ ના શુભ દીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રારંભ કરવામાં આવ્યો.

Share to

પાંચ લાખ મે.ટન શેરડી પિલાણ ના લક્ષ્યાંક સાથે સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા એ શ્રીફળ વધેરી પીલાણ સીઝનને લીલીઝંડી આપી


ઝઘડિયા વાલીયા નેત્રંગ તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર વટારીયાની ૫ લાખ મે.ટન થી વધુ શેરડી પિલાણ લક્ષ્યાંક સાથે પિલાણ સીઝન ૨૦૨૪-૨૫નું આજ રોજ લાભ પાંચમના શુભદિને શુભારંભ કરવામાં આવ્યું.

જે પ્રસંગે ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા, વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા, ડિરેકટર કિરણભાઈ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જીતેન્દ્રસિંહ જાદવ, મેહુલકુમાર પટેલ, ઇ.મેનેજીંગ ડિરેકટર અમરસિંહ રણા, માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહીડા, પ્રતાપસિંહ માટીએડા, હેતલભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ પરમાર, જમિયતભાઈ પટેલ, ઈશ્વરસિંહ ખેર તેમજ મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, આગેવાનો, અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્વારા શાસ્ત્રોકત પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી અને ઉપસ્થિત સૌ કોઈએ શ્રીફળ વધેરી શેરડી પિલાણનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને ગત સીઝનના શેરડીના ફાઈનલ હપ્તાની ચૂકવણી તેમજ કર્મચારીઓને દિવાળી બોનસ પણ દિવાળી પેહલા ચૂકવી દેવામાં આવ્યું છે. જેથી ખેડૂતોની સાથે સાથે કર્મચારીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. સદર પિલાણ સીઝન માટે કસ્ટોડિયન કમિટીએ મજૂરો, ટ્રાન્સપોર્ટ, પ્લાન્ટ વિગેરેના કામોનું આગોતરૂ આયોજન કરેલ છે, જેને અનુરૂપ ખેડૂતોની શેરડી કાપણી સમયસર થાય અને પિલાણમાં સરળતા બની રહે તથા વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય એ માટે ખેડૂત અને સંસ્થા હિતમાં કસ્ટોડિયન કમિટી હર હંમેશ કાર્યરત છે.


Share to

You may have missed