જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર હિતભાઇ રાજુભાઇ ઠકરાર કેશોદના વતની હોય, અને તેમના પરીવાર સાથે ભવનાથ ખાતે ફરવા આવેલ હોય. હિતભાઇ તથા તેમનો પરીવાર કાળવા ચોકથી ઓટો રીક્ષામાં બેસી દામોદર કુંડ તરફ જતા હોય દામોદર કુંડ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૧૦,૦૦૦/-ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે બેગમાં ૨ ઇન્સ્યુલીન પેન, કપડા તથા અન્ય જરૂરી સામાન હોય. હિતભાઇ તથા તેમના પરીવારએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવુ?? દિવાળીનો તહેવાર હોય બહારથી પણ ઘણા લોકો ભવનાથ ખાતે ફરવા આવેલ હોય આવા માહોલમાં તે ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? તે બેગમાં ઇન્સ્યુલીન પેન જેવી મહત્વની વસ્તુ હોય હિતભાઇના પરીવારમાં તેમના બહેનને ડાયાબિટીશની બિમારી હોય તેમને ફરજીયાત ૨ વખત ઇન્સ્યુલીન લેવાનુ થતુ હોય અને સમયસર ના મળે તો તેઓને ખૂબ તકલીફ પડી શકે તેમ હોય એક ડાયાબીટીશના દર્દી માટે ઇન્સ્યુલીન પેન તેમની જીવન જરૂરીયાતની ખુબ જ જરૂરી વસ્તુ હોય. ઇન્સ્યુલીન પેન સહિતના સામાનની કિં. રૂ. ૧૦,૦૦૦/- તેમના માટે ખૂબ જ વધારે હોય તેમજ તાત્કાલીક બીજી ઇન્સ્યુલીન પેન લેવી તેમના માટે મુશ્કેલ હોય જેથી તે બેગ મળવું ખૂબ અગત્યનું હોય. તે બેગ નહિ મળે તો તેમના બહેનને જે તકલીફ પડી શકે તેવા વિચારથી જ હિતભાઇ તથા તેમનો પરીવાર ખુબ જ વ્યથીત થઇ ગયેલ હોય. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)નાં પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ વિક્રમભાઇ જીલડીયા, હાર્દિકભાઇ સિસોદીયા,જાનવીબેન પટોળીયા, એન્જીનીયર રીયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હિતભાઇ તથા તેમનો પરીવાર દામોદર કુંડ ખાતે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી હિતભાઇ પોતાનું ઇન્સ્યુલીન પેન સહિતનું રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-11-UU-0079 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટોરિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ
તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હિતભાઇ ઠકરારનું ઇન્સ્યુલીન પેન
સહિતનું રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હિતભાઇએ જણાવેલ કે બેગમાં રહેલ ઇન્સ્યુલીન પેન મળવી તેમના માટે ખૂબ જ જરૂરી હતી.
નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પોતાના પરીવારના કોઇ સભ્યને ડાયાબીટીશ હોય અને તેમની જ ઇન્સ્યુલીન પેન ખોવાયેલ છે તેવુ વિચારી બેગ શોધવા માટે કરેલ મહેનતથી હિતભાઇ તથા તેમનો પરીવાર ભાવવિભોર થઇ ગયેલ હોય તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, અને ફક્ત ૧૫ જ મિનિટમાં આ બેગ શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસ તથા નેત્રમ શાખાનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હિતભાઇ ઠકરારનું રૂ. ૧૦,૦૦૦ /- ની કિંમતના સામાનનું બેગ ૧૫ જ મિનિટમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન