ઝઘડિયા તાલુકાના યુવા એડવોકેટ અને મૂળ ભાલોદ ગામના વતની એવા સતિષભાઈ વ્યાસ ઝઘડિયા કોર્ટ ખાતે ૨૦૦૧ થી વકીલાત નો વ્યવસાય કરતા હતા, દિવાળી વેકેશન દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે દ્વારિકા યાત્રા પર ગયા હતા, સતીશભાઇ વ્યાસ આજરોજ રવિવારે દ્વારિકા હતા ત્યારે સવારના ૧૧ કલાક દરમ્યાન તેઓને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો, જેથી તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, હોસ્પિટલના તબીબો એ સારવાર દરમિયાન સતિષભાઈને મરણ જાહેર કર્યા હતા, યુવા એડવોકેટના અવસાન થી ઝઘડિયા બાર એસોસિએશન તથા વકીલ આલમમાં શોકનુ મોજુ પ્રસરી જવા પામ્યુ હતુ, જાણવા મળતી માહિતી મુજબ મીઠાપુર ખાતે બોડી નુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા બાર ના સભ્યો દ્વારા સતિષભાઈ વ્યાસના પરિવારજનો પર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી, .
Khabar Ek dum Sachi
More Stories
નેત્રંગ તાલુકાના ભોટનગર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ અને ગુજરાતી ભવન ખાતે એ “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વ્યાખ્યાન યોજાયુ
નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રિ સભા યોજાય,