November 29, 2024

“મારી ઘરવાળી ના ત્રાસથી હુ કંટાળી ગયેલ છુ જેથી તેને પતાવી દેવાની છે” ગલ્લા પર બહેન ઉપર અજાણ્યા ઇસમે કરેલ ખૂનની કોશીશના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ બે આરોપી ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share to

ગલ્લા પર બહેન ઉપર અજાણ્યા ઇસમે કરેલ ખૂનની કોશીશના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ બે આરોપી ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ત્રણ ઘા મારીને ખૂન કરવાના ઇરાદે ગંભીર ઇજા પહોચાડેલ હતી

ગત તારીખ ૩૧/૧૦/૨૦૨૪ ના રોજ બપોરના ચારેક વાગ્યાંના અરસા માં ગુમાનદેવ-નાના સાંજા ત્રણ રસ્તા ખાતે પટેલ લસ્સી સેન્ટર નામનો ગલ્લો આવેલ હોઈ જે ગલ્લો અનીતાબેન યોગેશભાઇ પટેલ રહે બોરીદ્રા તા.ઝગડીયા નાઓ ચલાવતા હતા તે દરમ્યાન કોઇ અજાણ્યો ઇસમ ગલ્લા પર આવી સીગારેટ પીવા માગેલ બાદ સતત બે કલાક સુધી તેમના ગલ્લા પર સીગારેટ પીધેલ બાદ અચાનક મોકો જોય એકલતા નો લાભ લઇ તે અજાણ્યા ઇસમે ચાકુ વડે તીક્ષ્ણ હથીયારથી અનીતાબેન ના કાન થી નીચેના ભાગે ગળા ભાગે તથા છાતી ના ભાગે એમ કુલ ત્રણ ઘા મારીને ખૂન કરવાના ઇરાદે ગંભીર ઇજા પહોચાડેલ બાદ તે બાબતે ઝગડીયા પોલીસ સ્ટેશન ખાતે વિગત મુજબ ફરીયાદ નોધાયેલ હતી.આ ઉપરોક્ત બનાવના અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા નાઓએ તથા એલ.સી.બી.I/C પોલીસ ઇન્સપેક્ટર વી.બી.બારડ નાઓના જરૂરી સુચના આધારે પો.સ.ઇન્સ.એમ.એમ રાઠોડ એલ.સી.બી નાઓને સુચના કરી ટીમ બનાવી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમ્યાન એલ.સી.બી ની ટીમ ને હયુમન ઇન્ટેલીજન્સ આધારે હકીકત મળેલ હતી કે સદર ખૂની હુમલા માં ફરીયાદી બેનના પતી યોગેશભાઇ પટેલની સંડોવણી જણાય છે.જેથી સદર યોગેશભાઇ પટેલને ઝગડીયા પોલીસ સ્ટેશન ખાતે
બોલાવી સદર ગુના બાબતે યુકતી પ્રયુકતી વડે ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા યોગેશભાઇ નાઓ ભાંગી પડેલ અને સદર બનાવ બાબતે કબુલાત આપેલ હતી કે સદર ઇજાપામનાર
બહેન તેના પત્ની અનીતાબેન પટેલ નાઓ ઘણા સમયે થી ‘મને અવાર-નવાર ખૂબ જ ત્રાસ આપતા હોવાથી અમોએ તેમનુ ખૂન કરવા માટે મારા મિત્રોં કુળવેશભાઇ ઉર્ફે કાલુ પ્રવીણભાઇ વસાવા રહે,ફાધર કવાટર ઝગડીયા તથા કીરણભાઇ વસાવા જેના બાપનુ નામ ખબર નથી તેના માંનુ નામ અમ્બાબેન છે રહે સિંગલ ફળીયુ લિમોદરા તા.ઝગડીયા નાઓને કહેલ હતુ કે મારી ઘરવાળી અનીતા ના ત્રાસથી હુ કંટાળી ગયેલ છુ જેથી તેને પતાવી દેવાની છે પરંતુ આ કામને અંજામ આપો ત્યારે તેના ગળા ના ભાગે ચેઇન અથવા છુ.કોઇ દાગીના જે હોય તે ચોરી લેવા જેથી કોઇ ને એવુ લાગે કે લૂંટ કરવાના ઇરાદા થી હત્યા થયેલ છે તેવુ લાગે અને કોઇ અંગત અદાવત બહાર ના આવે તેવો પ્લાન કરેલ હતો અને જે અમે મારા બંને મિત્રો દ્રારા છેલ્લા પંદર દીવસથી પત્નો કરતા હતા પણ મોકો મળતો ના હતો.ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી ગુમાનદેવ-નાનાસાંજા ત્રણ રસ્તા ખાતે વાહનોની ઓછી અવર જવર હોવાથી મોકો જોઇ ઉપરોકત ત્રણેય આરોપી કામને અંજામ આપવા નક્કી કરેલ જેથી પહેલા તેઓ ઝગડીયા અગીયાર વાગ્યા આજુબાજુ ભેગા થયેલ અને બાદ તેઓ બોરીદ્રા ખાતે યોગેશ પટેલ ના ખેતર ભેગા મળી યોગેશ પટેલના કાવતરા મુજબ બે વાગ્યા ના આજુબાજુ યોગેશ પટેલની ઇલેક્ટ્રીક ટી લઇ કુળવેશ ઉર્ફે કાલુ વસાવા તથા કીરણ વસાવા નાઓ ખેતર થી બંન્ને નિકળી બોરોશીલ કંપની પાસે કિરણ વસાવા નાઓ ઉતારી દીધેલ બાદ ત્યાથી ચાલતો-ચાલતો ત્રણ ગુમાનદેવ-નાનાસાંજા ત્રણ રસ્તા ખાતે આવી પટેલ લસ્સી સેન્ટર ગલ્લા પર બેસી ફરીયાદી બહેન પાસે વારં-વાર સીગારેટ માંગી મોકો જોઇ ચાકુ વડે ખૂની હુમલો કરેલ પરંતુ પરિસ્થીતી જોઇ વધારે લોહી જોઇ લેતા આરોપી કીરણ વસાવાનો ગંભરાઇ ગયેલ પકડાઇ જવાના બીક થી પ્લાન મુજબ લૂંટ કરવાનુ ભૂલી ગયેલ અને જલ્દી થી જગ્યાપરથી ભાગી ગયેલ અને બાદ રેલ્વે ટ્રેક ઉપર ચાલતા ચાલતા બોરોશીલ કંપની પાસે આવી તેના મિત્ર કુળવેશ ઉર્ફે કાલુ તેને બેસારી યોગેશ પટેલ ના ખેતર પર પાછા ભાગી ગયેલ અને બાદ યોગેશ પટેલ જેવી કોઇના ફોન વડે બનાવની જાણ થતા કોઇ ને શકના પડે તે માટે જગ્યા પર જલ્દી આવી અનીતા બેનની સાથે સીવીલ હોસ્પીટલ ખાતે ગયેલ પણ સદ નસીબે અનીતાબેનનો જીવ બચી ગયેલ હતો.બાદ સદર ગુનાના કામે એલ.સી.બી અને ઝગડીયા પોલીસ સ્ટેશન ની ટીમે બે આરોપી (1) યોગેન્દ્રાભાઇ ઉર્ફે યોગેશ ડાહ્યાભાઇ પટેલ ઉ.વ.36 રહે,પટેલ ફળીયુ બોરીદ્રા તા.ઝગડીયા જી.ભરૂચ (2) કુળવેશભાઇ ઉર્ફે કાલુ પ્રવીણભાઇ વસાવા ઉ.વ.25 રહે ફાધર કવાટર ઝગડીયા જી.ભરૂચનાઓ ને મોબાઇલ નંગ 2 તેમજ સ્કૂટી નંગ 2 સહિત ઝડપી પાડ્યા હતા અને વોન્ટેડ આરોપી કિરણભાઇ વસાવા બાપનુ નામ ખબર નથી માંનુ નામ અંબાબેન છે રહે,સીંગલ ફળિયુ લિમોદ્રા તા.ઝગડીયા જી.ભરૂચ નાઓ ને પકડવા માટે ની હાલ તપાસ પોલીસ દ્વવારા શરૂ કરવામાં આવી છે …


Share to

You may have missed