December 3, 2024

જૂનાગઢ પોલીસે તમારૂ પર્સ ખોવાયેલ છે? તેવો સામેથી ફોન કરી રોકડ રૂ. ૧૦,૬૦૦/- સહીતના કીંમતી ડોક્યુમેન્ટ્સ  સાથેનુ પર્સ મૂળ માલીકને સામેથી બોલાવી પરત આપતી જૂનાગઢ નેત્રમ શાખા

Share to

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફીક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે._

જૂનાગઢ શહેરના મોતીબાગ રોડ સ્થીત અશોક બેકરી પાસે રૂ. ૧૦,૬૦૦/- રોકડ સહિતનું પર્સ રસ્તા પર પડેલ હોય જે પર્સ ત્યાંથી પસાર થતા અંકિતભાઇ વિનોદભાઇ ડાંગર નામના અજાણ્યા વ્યક્તિને ધ્યાને આવેલ.* તેમણે આજુબાજુ તપાસ કરેલ પણ કોઇ વ્યક્તિ ખોવાયેલ પર્સ શોધવા આવેલ નહિ અંતે તેમણે રસ્તા પર પડેલ રૂ. ૧૦,૬૦૦/- રોકડ સહિતના સામાનનું પર્સ નેત્રમ શાખા ખાતે જમા કરાવેલ.*_

નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની ટીમ દ્રારા સેવા એ જ ધર્મ”* છે તે સિધ્ધાંતના આધાર માની વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાયજીબાગ રોડ પર જે જગ્યાએ અંકિતભાઇ ડાંગરને રૂ. ૧૦,૬૦૦/- રોકડ સહિતના સામાનનું પર્સ મળેલ હોય તે જગ્યાના સીસીટીવી કેમેરા તાત્કાલીક ચેક કરતા એક અજાણ્યા બાઇક ચાલક અશોક બેકરી પાસેથી પસાર થાય છે જે બાઇક ચાલકની પાછળ બેસેલ મહિલા અશોક બેકરીએ સામાન લેવા ઉતરતા હોય ત્યારે તેમના હાથમાં રહેલ સામાનમાંથી પર્સ પડતુ જણાય આવેલ છે જે આધારે તે બાઇક ચાલકનો આગળનો સમગ્ર રૂટ ચેક કરતા તે વ્યક્તિ મોતીબાગ થી મધુરમ તરફ જતા જણાય આવેલ છે. બીજી તરફ રૂ. ૧૦,૬૦૦/- રોકડ સહિતના સામાનનું પર્સ ખોવાયેલ છે તેવી કોઇ પોલીસ સ્ટેશન ખાતે અરજી આવેલ છે કે કેમ તેવી પણ તપાસ કરવામાં આવેલ. પરંતુ તે બાઇક ચાલકને તેમના રૂ. ૧૦,૬૦૦/- રોકડ સહિતના સામાનનું પર્સ પડી ગયેલ તે હજુ સુધી ખ્યાલ જ ના હતો*_

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો. કોન્સ. શિલ્પાબેન કટારીયા, વિજયભાઇ છૈયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા આ બાબતની ગંભીરતા સમજી અને જરા પણ વિલંબ કર્યા વિના અને કોઇ અરજદાર અરજી કરે તે પહેલા સામેથી આ રૂપીયા આપણા પોતાના પડી ગ્યા હોય તો? આપણી પરીસ્થીતી કેવી થાય?* રૂ. ૧૦,૬૦૦/- નાની રકમ ના હોય તથા તે પર્સમાં રોકડ રકમ અગત્યના ડોક્યુમેન્ટ પણ હોય. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા તે વાહનના નંબર GJ 11 BS 7215 શોધી તેમને સામેથી ફોન કરી અને પૂછપરછ કરેલ કે તમારૂ પર્સ ખોવાયેલ છે?* સામેથી વિવેકભાઇએ પોતાના રોકડ રૂપીયા તથા અન્ય કીમતી ડોક્યુમેન્ટ્સ ખોવાયાની વેદના સાથે વિગત જણાવેલ અને પોતે નેત્રમ શાખા ખાતે આ બાબતે રૂબરૂ અરજી કરવા આવતા હોય અને રસ્તામાં જ હોય અને સામેથી નેત્રમ શાખાએ ફોન કરી અને તમારૂ પર્સ મળેલ છે લઇ જાવ.* આ શબ્દો સાંભળતા જ તેઓ ખુબજ ભાવુક થઇ ગયેલ અને તાત્કાલીક નેત્રમ શાખાએ આવી પહોંચેલ._

નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિવેકભાઇ ક્યાં રૂટ ઉપર ગયેલ, કેટલા વાગ્યે ગયેલ આ બધી બાબતો ઝીણવટભરી રીતે વેરીફાય થયા બાદ વીવેકભાઇને પોતાના રોકડ રૂ. ૧૦,૬૦૦/- સહીતના કીંમતના સામનનુ પર્સ પરત અપાવવાની કરેલ તાત્કાલીક અને સંવેદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવીત થઇ વિવેકભાઇએ નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો તથા તે જેમણે પોતાને મળેલ રૂપીયા મૂળ માલીકને મળે તેવી ભાવના રાખી અને પ્રામાણીક્તાનુ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડનાર શ્રી અંકિતભાઇ વિનોદભાઇ ડાંગરનો પણ જૂનાગઢ નેત્રમ શાખાએ આભાર માનેલ.*_

રૂ. ૧૦,૬૦૦/- રોકડ કોઇ વ્યક્તિ માટે નાની રકમ ના હોય. જે પણ વ્યક્તિના રૂપીયા પડી ગયા હશે તેમને કદાચ આ રૂપીયાની ખૂબ જ જરૂરીયાત હોઇ શકે તેવુ વિચારી તે સજ્જન વ્યક્તિએ પ્રામાણીક્તાથી તે પર્સ નેત્રમ શાખા ખાતે જમા કરાવેલ. સમાજમાં આવા સજ્જન લોકો પણ હોય છે જે પોતાને કોઇની મળેલ વસ્તુ કે રોકડ નજીકના પોલીસ સ્ટેશન કે નેત્રમ શાખા ખાતે જમા કરાવતા હોય.*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને* અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિવેકભાઇ મહેતાના રૂ. ૧૦,૬૦૦/- રોકડ સહિતના સામાનનુ પર્સ* તાત્કાલીક શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.._

*મહેશ કથિરીયા*


Share to