DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

શુ આ ઝગડીયા તાલુકાના લોકો માટે દિવાળી ની ગિફ્ટ છે…? ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ ની શેર માર્કેટ ની જેમ તેજી…!

Share to

માર્ગની સાફ સફાઈ જોતા વાહણચાલકો ખુશ ખુશાલ…

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

લોક ચર્ચા પ્રમાણે વર્ષો વીત્યા પરંતુ કહેવાતા ચાર માર્ગીય રસ્તાની આવી સફાઈ કોઈ દિવસ જોઈ ન હતી…

લોક ચર્ચા પ્રમાણે ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકા માંથી પસાર થતો અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો ચારમાર્ગીય રસ્તો વર્ષો વીતવા છતાં હજુ પણ પરિપૂર્ણ થયો નથી કહેવાતા ચાર માર્ગીય રસ્તો વર્ષોથી ખોરભે પડ્યો છે આ માર્ગમાં અત્યાર સુધી કરોડો રૂપિયા આ માર્ગને નવીનીકરણમાં વેડફાઈ ગયા છે

કરોડો રૂપિયા ની લ્હાણી કોન્ટ્રાકટર તેમજ અન્ય એજન્સીઓ ને જનતાના ટેક્સના રૂપિયા વારંવાર તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને અલગ અલગ કામો આપી ટેક્સના રૂપિયા રોડની કામગીરી તેમજ તેમાં પડેલ ખાડામાં પેચિંગ વર્ક ના અંદર માં બેફામ રીતે વાપરવામાં આવી રહ્યા છે પરંતુ અહીંયા થી પસાર થનાર વાહચાલક ને કમરની તખલીફ,અકસ્માત માં સ્વજનો ગુમમાવવા સહિત સુવિધાઓ ના નામે મીંડું જ મળ્યું છે સ્થાનિક નેતાઓ ઉપર સ્થાનિક જનતા ઘણી વાર આક્ષેપ કરતી રહી છે જેમાં કો્ટ્રાકટરો પાસે કરાતી કટકી તેમજ વગદાર લોકો ના પાપે વર્ષો વિતવા છતાં પણ આ માર્ગ પહેલાની પરિસ્થિતિ કરતા વધુ બિસ્માર બની જવા પામ્યો છે વાત કરવામાં આવે તો ગત ચોમાસા

દરમિયાન આ કહેવાતા ફોરલેન માર્ગ…માર્ગ ન રહેતા ખાડા માર્ગ થઈ જવા પામ્યો હતો જેમાં ડામરનું તો નામો નિશાન રહ્યું ન હતું વારંવાર અહીંના સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોએ આ માર્ગને બિસ્માર સ્થિતિને લઈ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો હતો પરંતુ આ માર્ગ ને બનાવવા માટે માર્ગમકાન વિભાગ દ્વારા જરાં પણ તસ્દી લેવામાં આવી ન હતી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કુંભકર્ણ ની નિદ્રા માં પોઢી રહ્યા હતા ..પરંતુ હાલના થોડા દિવસોમાં જ આ માર્ગમાં અચાનક શેર માર્કેટમાં તેજી આવે તે પ્રમાણે રોડ માં પડી ગયેલ ખાડા પુરવામાં તેજી આવી છે તેમજ ડિવાઈડર વચ્ચે ઊગી નીકળેલા ઝાડો તેમજ અન્ય સાઈડોની સાફ કરી રોડને પેચિંગ વર્ક કરી તેમજ ડિવાઇન્ડર કલર કામ તેમજ પુલો ઉપર બનાવેલ પ્રોટેક્શન વોલ ની પાણીથી ધોઈ અને સાફ સફાઈ કરવાની કામગીરી પૂરજોશ માં ચાલતી જોઈ ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પણ અચમ્બામાં પડી જવા પામ્યા હતા આ માર્ગને પરથી પાસાર થઈ રહેલ વહાંચાલકો કામગીરીજોઈ ખુશ ખુશાલ જણાયા હતા… રોડ ઉપર થી ઉડતી ધૂળની ડમરીઓ તેમજ માર્ગ માં પડી ગયેલ ખાડા માં પેચિંગ વર્ક કરતા હાલ વાહન ચાલકોને મહદઅંશે રાહત થઈ છે.. ઝગડીયા થી ઉમલ્લા સુધી માર્ગ ઉપર રંગ રોગાણ તેમજ અન્ય સફાઈની કામગીરી જોતા હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે વડાપ્રધાન મોદી આવવાના છે જેના કારણે આ બધી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ માર્ગ માંથી રાજકારણી નેતા,અભિનેતા,ઉચ્ચ સરકારી અધિકારીઓ પસાર થવાના હોઈ જે કારણે તેઓ નું પેટનું પાણી ન હલે તે અને આ માર્ગ ની અવદશા જોઈ વિકાસ ની આબરૂ ન લૂંટાઈ માટે આ માર્ગ દુરુસ્ત કરવામાં આવી રહ્યો હોઈ તેમ સ્થાનિક લોકો માં લોકચર્ચા થઈ રહી છે જોકે લોકચર્ચાઓ પ્રમાણે જે થઈ રહ્યું છે તે સારુંજ થઈ રહ્યું છે દેશ ના લોકલાડીલા વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવનાર હોઈ જેને લઈ જનતા ખુશ છે લોકો ના મતે આવાજ નેતા અને કાર્યક્રમો સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે યોજાતા રહશે તો આ માર્ગ ને પૂર્ણ થતા વધુ સમય નહીં લાગે જેનાથી આમ જનતા વાહન ચાલકો ને ખાડા તેમજ ધૂળ ની ડમરીઓ થી રાહત મળશે…ત્યારે જોવું રહશે કે આ દિવાળી ગિફ્ટ છે કે પછી માત્ર ….?


Share to

You may have missed