DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

આદિવાસીઓ અંગે વિવાદિત નિવદેન આપનાર રાજભા ગઢવી સામે કડક પગલા ભરવાની માંગ સાથે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આગળ આવ્યા છે.

Share to

ગુજરાત રાજ્યના જાણીતા વાર્તાકાર રાજભા ગઢવીએ એક ડાયરામાં જંગલમાં રહેતા આદિવાસી લોકોને જંગલી અને લૂંટારા કહી સમગ્ર સમાજને ખૂબ મોટો આઘાત થાય તેવી માનહાની કરી છે.રાજભા ગઢવીની ધરપકડ સાથે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારત આદિવાસી સંવિધાન સેનાના સંગઠન મંત્રી રાજુ વસાવા બાદ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ રાજભા ગઢવી સામે કડક પગલા ભરવા સાથે હિંદુ સંગઠનના ધર્મેશ ભવાનીએ છોટુ વસાવા અને મહેશ વસાવાને પ્રાણી શબ્દ તરીકે સંબોધી તેઓના સાથેના આગેવાનોને ગીધ કહી સંબોધી આદિવાસી સમાજની લાગણી દુભાઈ તેવું કૃત્ય કર્યું હોવા છતાં આ તમામ તત્વો સામે પગલા ભરવામાં આવ્યા નથી કે ફરિયાદ નોંધાવવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed