DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

રાજપીપળા કારમાયકલ બ્રિજનો એક તરફ નો માર્ગ શરૂ કરાયો

Share to

ઈકરામ મલેક:રાજપીપળા

પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપલાનો કારમાયકલ બ્રિજ ગત એપ્રિલ માસ થી નવીનીકરણ અર્થે બંધ કરાયો હતો, ત્યારે નિયત સમય મર્યાદામાં બ્રિજ ની કામગીરી પૂર્ણ કરવામાં નિષ્ફળ નિવડેલી બિંજલ ગાંધી નામની એજન્સી ની રેઢિયાળ કામગીરી ને કારણે નવરાત્રિ ના તહેવારમા નગર મા ચક્કા જામ ની સ્થિતિ સર્જાઈ હતી.

બીજી તરફ આવેલ શાળા કોલેજો ના સેંકડો વિદ્યાર્થીઓ ને આ કારણે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો, અને રોજિંદી અવર જવર કરતા લોકો ને મોટો ફેરાવો ફરવો પડતો હોય, સમય અને પૈસા નો બગાડ થતા લોકો મા રાજપીપળા પાલિકા અને એજન્સીની રેઢિયાળ કામગીરી સામે રોષ પ્રવર્તી રહ્યો હતો.

ત્યારે દૂરદર્શી ન્યુઝ દ્વારા સમાચાર પ્રકાશિત કરી તંત્ર ને ચેતવ્યું હતું કે દિવાળી પહેલાં જો આ બ્રિજ ચાલુ નહિ કરાય તો નગર મા જડબેસલાક ચક્કાજામ થશે અને ભારે અવ્યવસ્થા સર્જાશે ત્યારે તંત્ર દ્વારા આ અહેવાલ ને ધ્યાને લઈ હાલ અધૂરી કામગીરી વચ્ચે એક તરફ નો માર્ગ નાના વાહનો માટે ખુલ્લો મૂકી દેવાયો હોવાની જાણકારી મળી રહી છે.


Share to

You may have missed