November 1, 2024

ઝગડીયા ના વેલુગામેં ખેતરમાં ગાંજા નું વાવેતર કરતાં ભરૂચ SOG દ્વારા  રૂપિયા 23000/- ઉપરાંત નો મુદામાલ કબ્જે કરી આરોપીની અટક કરી…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

તુવેરના વાવેતર વાળા ગભાણમાં પાકનીમધ્યમા વનસ્પિતજન્ય ગાંજાના છોડ વાવ્યા હતા..


એ.એચ.છૈયા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. ભરૂચ નાઓ એસ.ઓ.જી. શાખાના માણસો ને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે ઉમલ્લા પો.સ્ટે. વિસ્તારના વેલુગામ કોઠી ફળીયામાં રહેતા મહેશભાઇ વસાવાના કબજા ભોગવટાના ગભાણમાં તુવેરના વાવેતરમાં શંકાસ્પદ વનસ્પિતજન્ય માદક પદાર્થના લીલા ગાંજાના છોડ વાવેલા હોય જે બાતમી સંદર્ભે એસ.ઓ.જી.સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી મહેશભાઇ ચિમનભાઇ વસાવા ઉ.વ.આ.૪૯, ધંધો.ખેતમજુરી રહે.વેલગામ, કોઠીફળીયુ, તા.ઝઘડીયા, જી.ભરૂચ નાએ પોતાના કબજા ભોગવટના તુવેરના વાવેતર વાળા ગભાણમાં વનસ્પિતજન્ય લીલા-સુકા ગાંજાના છોડ બીનઅધિકૃત રીતે વગર પાસપરમીટે વાવેતર કરી લીલા ગાંજાના છોડ ૩ તથા સુકા ગાંજાના છોડ-૩ મળી કુલ-૬ છોડ મળી આવ્યાહતા જેથી એફ.એસ.એલ.ના અધિકારીઓએ સ્થળ ઉપર બોલાવી ખાત્રી કરાવતા એફ.એસ.એલ.ના અધિકારીઓએ આ છોડ વનસ્પિતજન્ય લીલા ગાંજાના છોડ હોવાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો વેલુગામ ગામે ખેતર માં મળી આવેલ વનસ્પિતજન્ય ગાંજાના લીલા-સુકા છોડ કુલ-૬ જેનુ વજન- ૨.૨૬૧ કિ.ગ્રા, કિ.રૂ.૨૨,૬૧૦/- નો તથા એક મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૨૩,૧૧૦/- ના મુદ્દામાલ સાથે મળી પંચો સાથે રાખી SOG દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતા આ કામના આરોપીને તારીખ-૨૫/૧૦/૨૦૨૪ ના રોજ આરોપી મહેશભાઇ ચિમનભાઇ વસાવા ઉ.વ.આ.૪૯, ધંધો.ખેતમજુરી રહે.વેલગામ, કોઠીફળીયુ, તા.ઝઘડીયા, જી.ભરૂચ ની અટક કરવામાં આવી હતી આરોપી વિરૂધ્ધ અ.હે.કો. જયેન્દ્રભાઇ હસમુખભાઇ બ.નં.૯૦૯ નાઓએ સરકાર તરફે નાર્કોટીક્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ ની કલમ-૮(c), ૨૦[b{ii(b)}] મુજબ ફરીયાદ આપતા ઉમલ્લા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવામાં આવી હતી…


Share to

You may have missed