નેત્રંગ-અંકલેશ્વર કમરતોડ રસ્તાના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદના પગલે ૪૫ કિમી રસ્તાનું ભારે ધોવાણ અને ઠેર-ઠેર મોટા ખાડા પડતા વાહનચાલકો જીવના જોખમ પસાર થવા મજબુર બન્યા છે.ઉડતી ધુળની ડમરી અને રોજેરોજ બનતી ગમખ્વાર અકસ્માતની ઘટના પગલે વાહનચાલકોમાં ભારે આક્રોશ ભભુકી ઉઠ્યો હતો.તેવા સંજોગોમાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ રાજ્ય સરકારમાં રસ્તાના નવીનીકરણ માટે લેખિત-મૌખિક રજુઆત કરતાં સરકારે તાંત્રિક મંજુરી આપી હતી.તમામ ઘટતી કામગીરી પુણઁ કરીને શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લી કંપની વડોદરાને વકઁઓડઁર અપાતા રૂ.૫૦ કરોડના ખચઁ ૧૮ માસમાં રસ્તાની કામગીરી પુણઁ કરવાની રહેશે.પરંતુ આજદિન સુધી રસ્તાની કામગીરી શરૂ થઇ નથી.દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે,કે પછી દિવાળી પછી કામગીરી શરૂ કરાશે તેવું લોકમુખે ચચાઁઇ રહ્યું છે.એક અધીકારીએ જણાવ્યું હતું કે,ખાતમુહુર્તની વિધી સંપન્ન થયા પછી રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી શકે તેમ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.