DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

દિવાળીના તહેવારોને લઈ ને નેત્રંગ નગરના ૩૪ જેટલા લોકો એ હંગામી ફટાકડા પરવાનો મેળવવા કરેલ અરજીને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ઝધડીયાએ નામંજુર કરાતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

Share to

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૮-૧૦-૨૪

દિવાળીના તહેવારોને લઈ ને નેત્રંગ નગર ના ચાર રસ્તા વિસ્તારમા તેમજ નેત્રંગ- અંકલેશ્વર રોડ ઉપર આવેલ રેસ્ટ હાઉસ ની નીચે આવેલ જગ્યા મા વર્ષો થી ફટાકડાનુ વેચાણ કરતા વેપારીઓ દ્રારા હંગામી ફટાકડા વેચાણનો પરવાનો ( લાયસન્સ ) મેળવી ફટાકડાના સ્ટોલ ઉભા કરી દસ દિવસ માટે વેચાણ કરતા આવ્યા છે.
તેવા સંજોગોમાં આગામી દિવસોમા આવી રહેલ દિવાળીના તહેવારોને અનુલક્ષી ને ૩૪ જેટલા લોકો એ તા.૩૦-૦૮-૨૪ના રોજ હંગામી ફટાકડા પરવાનો મેળવવા માટે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ઝઘડીયાની કચેરીમા અરજી કરેલ હોય જે અરજી અનુસંધાને ડીવીઝનલ મેજિસ્ટ્રેટ થકી નેત્રંગ મામલતદાર પાસે તપાસ કરાવતા જણાવેલ છે કે સવાલવાળી જગ્યા નેત્રંગ-અંકલેશ્વર રોડની બાજુમાં ખુલ્લી જગ્યા આવેલ છે. સદર માંગણીવાળી જગ્યા બાબતે જમીન માલિકીના આધાર પુરાવા રજુ કરવામાં આવેલ નથી, તેમજ ફટાકડાના સંગ્રહ તથા વેચાણ અંગેનું ગ્રામપંચાયતનું ” ના વાંધા પ્રમાણપત્ર ” રજુ કરેલ નથી. આમ મામલતદાર નેત્રંગ થકી થયેલ તપાસમા માલુમ પડતા તા.૧૭-૧૦-૨૪ના રોજ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ થકી ૩૪ જેટલા ફટાકડા સ્ટોલ ધારકોની હંગામી ફટાકડા પ્રધાનો મેળવવાની અંરજી નામંજુર કરવામા આવતા ફટાકડા વેચાણ કરવા માંગતા વેપારીઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed