DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પાંચસીમ ગામે ધરના પાછળના ભાગેથી રૂપિયા ૫૫૫૦/= નો દારૂ ઝડપાયો. બુટલેગર ફરાર.

Share to

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૮-૧૦-૨૪

નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઇ આર સી વસાવાની સુચના મુજબ જમાદાર રાજેશભાઈ ગવલીયાભાઈ વસાવા તેમજ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબીશન,જુગારની રેઇડમાં નિકળેલા તે દરમિયાન બેડોલી ગામે આવતા બાતમીદાર થી બાતમી મળી હતી, કે પાંચસીમ ( પાચમ ) ગામે રહેતો અરૂણ કનૈયા વસાવા પોતાના ધરની પાછળનાં ભાગે આવેલ લાકડાની આડમા ઈગલીંશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે લાવી સંતાડી રાખેલ છે, જે બાતમી આધારે રેડ કરાતા લાકડાની આડમા એક પ્લાસ્ટીક ના કોથળામા સંતાડેલ ઇગલીંશ દારૂના કોટરીયા નંગ ૩૭ જેની કિંમત રૂપિયા ૫૫૫૦/= નો મુદામાલ ઝડપી લીધો હતો.જ્યારે અરૂણ કનૈયા વસાવા અંધારાનો લાભ લઈ પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયેલ. નેત્રંગ પોલીસે પોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી અરૂણ વસાવાને વોન્ટેડ જાહેર કરેલ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed