October 15, 2024

જૂનાગઢના મેંદરડા માં નવ દિવસ દરમિયાન પર્યાવરણ ઇકો મિત્રમ તેમજ પ્લાસ્ટિક મુક્ત નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી

Share to

જૂનાગઢના મેંદરડા માં નવરાત્રિની અનોખી ઉજવણી કરવામાં આવી
જય ભવાની ગરબી મંડળ શ્રીરામ શેરી દ્વારા ઇકો મિત્રમ નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હિન્દુ સંસ્કૃતિને ધ્યાનમાં લઇ ફિલ્મી ગીતો ફિલ્મી સંગીત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નવ દિવસ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત નવરાત્રીમાં પ્લાસ્ટિકની ડીશ, ગ્લાસ પ્લાસ્ટિક ચમચી અને ઝબલા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો બાળાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ બાજરું કેમિકલ યુક્ત નાસ્તાઓ વેફર કુરકુરીયા બંધ કરી શુદ્ધસિંગ તેલના ઘરઘરાવ નાસ્તાઓ કરાવવામાં આવ્યા શ્રી રામ શેરીમાં સફાઈ કામ કરવા આવતા સફાઈ કરમીનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે વાલ્મીકિ જયંતિ ની ઉજવણી મહાઆરતી ,રાવણ દહન અને પર્યાવરણને લગતી ચિત્ર સ્પર્ધાનુ આયોજન થયું દરેક દીકરીઓને પર્યાવરણ બચાવો ના માધવ સ્મારક ટ્રસ્ટ દવારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા
ગામની સેવાભાવી સમિતિ જેમ કે સોનાપુરી સમિતિ ,હિન્દુ ધાર્મિક સમિતિ ,વિશ્વ હિન્દુ પરિષદ ગૌશાળાની ટીમો ને બોલાવી ગુલદસ્તા ની જગ્યાએ ૧૦૦ ગ્રામ જુવારની પોટલી આપી સન્માન કરવામાં આવ્યું તે જુવાર સોનાપુરી સમિતિ ને અર્પણ કરી કબુતર ની ચરણમાં ઉપયોગ કરવામાં આવ્યો પૂજા અર્ચનામાં વપરાતી વસ્તુઓ માં ગાયનું ઘી ગાયનું દૂધ અને પ્રોડક્ટ ની ધૂપ બત્તી વાપરવામાં આવી સાધુ સંતોની પધરામણી પણ કરવામાં આવી ખાખી મઢીના મહંત પૂજ્ય સુખરામદાસ બાપુ તેમજ હજારોની સંખ્યામાં માય ભક્તો આયોજકોની પહેલ તાલુકામાં બદલાવ આવે તે દિશામાં જોવા મળી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed