ઝગડીયા / ભરૂચ
પ્રતિનિધિ / સતીશ વસાવા, ઝગડીયા DNSNEWS
જયારે ભારત રાષ્ટ્ર 75 વર્ષ ની આઝાદી નું અમૃત મહોત્સવ કહો કે સ્મરણોત્સવ મનાવી રહ્યું હોઈ ત્તયારે ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે સ્વાતંત્ર્ય સેનાની માટે બનાવેલ સ્મારકની આસપાસ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જે બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા આ બાબતે સમાચાર પ્રસિદ્ધ કરતા આ વિશે તુરંત જ સ્મારક ની આસપાસ ઉગી નીકળેલ ઝાડી તેમજ કચરો સાફ કરવામાં આવ્યો હતો..
બોક્સ ::15મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરી આવતી હોય ત્યારે તે દિવસ પૂરતું જ નેતાઓ તેમજ આમ જનતાને દેશભક્તિ નો વિચાર આવતો હોઈ છે…તો અન્ય દિવસોમાં પ્રતિમાઓની સાફ સફાઈ નું શુ ?
વીઓ ::::ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ઉમલ્લા ગામની મધ્યમાં પાણેથા,અવિધા,ઉમલ્લા સહિત ના ગામોના સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની આઝાદીની ચડવળમાં યોગદાન આપનાર સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભાગીદારીની યાદ માટે નામોનું એક શહીદ સ્મૃતિ સ્મારક ઉમલ્લા ના બઝારની મધ્ય માં મુકવામાં આવ્યું છે જ્યાં હાલ ગામનો કચરો ઠલવાઈ રહ્યો છે અને સ્મારક ની અંદર ઝાડી જાંખરા ઉગી નીકળતા તેની સફાઈ કરવામાં ન આવતા સ્મારક ની પાસે ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું જેને કોઈ પણ તંત્ર અથવા આમ નાગરિકો એ ધ્યાન અપીયું ના હતું તેમજ આ સ્મૃતિ સ્મારક ની જાળવણી સહિત સફાઈ ઘણા મહિનાઓ થી કરવામાં આવી ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે આવા રાષ્ટ્રીય સ્મારકો હોઈ કે વીરોની યાદ માં વાનવેલ સ્મારકો,પ્રતિમાઓ નો રખરખાવ જેતે ગામની ગ્રામપંચાયત તેમજ આમ નાગરિકો એ રાખવાની નૈતિક ફરજ હોય છે પરંતુ આવી જગ્યા ઓ પાસે અનેક વાર સ્મારકો ની ગરિમા ને ભૂલી ત્યાં ગામનો કચરો તેમજ અન્ય ચીજ વસ્તુઓ નાખવામાં આવી રહ્યો હોઈ તેવા દ્રશ્યો અનેક વાર નજરે ચડ્યાતા હોઈ છે માત્ર 15મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરી આવતી હોય ત્યારે તે દિવસ ના અગાઉ અથવા તે દિવસ પૂરતું જ નેતાઓ તેમજ આમ જનતાને દેશભક્તિ નો વિચાર અથવા દેશ માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ ની યાદ આવતી હોય અને તેઓએ દેશ અને સમાજ ના લોકો માટે આપેલ બલિદાન ની યાદ આવતા સ્મારકો અને પ્રતિમાઓ ને ફૂલના હાર તેમજ જે તે જગ્યા ને સાફ-સફાઈ કરી સંતોષ માની લેતા હોઈ છે અને અમુક લોકો પોતે કોઈક સારુ કામ કર્યું હોઈ તેમ ધન્યતા અનુભવતા હોઈ છે પરંતુ એક દિવસ પૂરતું આવી જગ્યા ની સફાઈ કરી વર્ષ ના અન્ય દિવસો માં ત્યાં થી આ મહાપુરુષો પસાર થતા આ દિશા માં જોતા સુધા નથી હોતા કે ત્યાં શુ પરિસ્થિતિ છે 15મી અગષ્ટ હોઈ કે 26મી જાન્યુઆરી ના દિવસે કેટલાક પોતાને મહાન સમજી જાને તેઓ એક માત્ર દેશભક્ત હોય તેવી સેખી હાંકતા તેઓ મોટા પાયે પ્રચાર પ્રસાર કરતાં નજરે ચડતા હોય છે અને તેમને આ કરેલ કામગીરી બાબતે આજના યુગમાં સોશિયલ મીડિયા ઉપર વાહ વાહી લૂંટવા માટે ઘણા બધા ફોટો તેમજ દેશભક્તિ ના સ્લોગનો લખી અને ફોટો અપલોડ કરી અને લોકોની સહનાભૂતિ લાઈક કમેન્ટ લેતા હોઈ છે ત્યારે 15 મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરી ના દિવસો પસાર થયા બાદ ની જે તે જગ્યા ઉપર ની વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર આવા કહેવાતા દેશભક્તો ઉપર ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉભા કરતી હોઈ છે..
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ગામોમાં કેટલાક જાહેર જગ્યા ઉપર સ્વાતંત્રય સેનાનીઓઓ ની પ્રતિમાઓ લગવામાં આવી છે પરંતુ આ પ્રતિમાઓ લગાવ્યા બાદ તેની જાળવણી તેમજ સાફસફાઈ જરુરી હોઈ છે પરંતુ અમૂક જગ્યા ઉપર સફાઈ તેમજ પ્રતિમાઓ ની જાળવણી થતી નથી કેટલાક કિસ્સા માં કોઈક જાહેર કાર્યક્રમ કે રાજકીય કાર્યક્રમો હોઈ જેમાં કેટલાક સઁગઠનો દ્વારા જે તે કાર્યક્રમ ના દિવસે આનંદ ફાંણદ માં આવી પ્રતિમા તેમજ ત્યાં વિસ્તાર ની સફાઈ કરવામાં આવતી હોઈ છે અને પ્રતિમા ઉપર ફૂલ્હાર ચડાવી તેઓ વીર યોદ્ધા સમક્ષ નત્મસ્તક થઈ આશીર્વાદ પણ લેતા નજરે ચડતા હોઈ છે પરંતુ તેના બીજા દિવસ આવા લોકો ની દેશભક્તિ ક્યાં ખોવાઈ અથવા ભુલાઈ જતી હોઈ છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.ત્તયારે ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ઉમલ્લા ગામે આ બાબતે સમાચાર પ્રસિદ્ધ કરતા પ્રતિમાની ની સફાઈ કરવામાં આવી હતી ત્યારે આજ પ્રકારે ભવિષ્ય માં આવી જગ્યાઓ ની સમયાંતરે સાફ સફાઈ કરવામાં આવે તે ઇચ્છનીય છે…
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન