પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૧-૧૦-૨૪
લોકોની વ્યકિતગત રજૂઆતનો નિકાલ માટે ૧૦ મા તબક્કાનો સેવસેતુ કાર્યકમ જીલ્લા ભરમા ચાલી રહ્યો છે, જેના ભાગ રૂપે નેત્રંગના ગાલીબા ખાતે તા. ૧૬મી ઓક્ટોબર ના રોજ આ સેવાસેતુ કાર્યક્મ યોજાનાર છે,
લોકોના ધર આંગણે જ પ્રશ્ર્ના નિકાલ થાય તે માટે ગાલીબા ગામે તા. ૧૬મી ના રોજ સવાર ના ૯.૩૦ વાગ્યા થી
પ્રાથમિક શાળા ખાતે શરૂ થશે જેમા ગાલીબા વિસ્તારમા આવતા (૧) ગાલીબા (૨) વાલપોર (૩) દુ.ફિચવાડા (૪) કંડુ (૫) બીલાઠા (૬) વરખડી (૭) ખરેઠા (૮) યાવ (૯) મોવી (૧૦) વાંદરવેલી (૧૧) રૂપધાટ ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારના લોકોના આધારકાર્ડ, રેશનકાર્ડ,આરોગ્ય વિભાગને લગતી કામગીરી, આવકના દાખલા, જાતિ કિમિલેયર, ડોમીસાઇલ સટીંફેકેટના ફોર્મ, નવા વિજ જોડાણ, સહિતના વિવિધ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ આપશે.
*વિજય વસાવા નેત્રંગ*