.જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબના નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી, લુંટ, ઘરફોડ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ. જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીતેશ ધાધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી. પો.સ્ટે.વીસ્તારમાં લુટ, ચોરી, ચીલઝડપ અને બાઇક ચોરો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના થયેલ હોય અને જુનાગઢ એ ડીવી.પો.સ્ટે.મા ગુ.ર. BNS કલમ મુજબ તથા ગુરનં. BNS કલમ મુજબના અનડીટેક ગુંન્હાઓ દાખલ થયેલ
જે અનુસંધાને “એ”ડીવી.પો.સ્ટે ના પો.ઇંન્સ શ્રી બી.બી.કોળી નાઓની સુચના મુજબ ગુન્હા નીવારણ સ્કોડના પો.સબ.ઇન્સ જે. આર. વાઝા તથા પો.સ્ટાફના માણસો ઉપરોક્ત ગુન્હાઓના ચોર મુદામાલની તપાસમા જુનાગઢ “એ”ડીવી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ તથા પો.કોન્સ વીક્રમભાઇ મનસુખભાઈ તથા પો.કોન્સ જીગ્નેશભાઇ મધુસુદનભાઇ નાઓને સંયુક્તમા બાતમીદાર રાહે હકીકત મળેલ કે, એક ઇસમ ચોરીની મોટર સાયકલ સાથે કાળવા ચોકથી આઝાદ ચોક તરફ આવી રહેલ છે જે હકીકત આધારે વોચમાં રહેતા એક ઇસમ હીરો હોન્ડા સ્પેન્ડર પ્લસ મો.સા.નંબર GJ 03 FB 1525 સાથે મળી આવતા સદરહુ મો.સા. એ ડીવી.પો.સ્ટે.માં BNS કલમ મુજબના કામે ચોરીમા ગયેલ તે જ મો.સા.હોય જેથી મો.સા.ની કીરૂ.૨૫૦૦૦/-ગણી કબ્જે કરેલ તેમજ મજકુરની અંગઝડતી દરમ્યાન એક વિવો કંપનીનો કાર્બન બ્લેક કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ ફોન એ ડીવી. પો.સ્ટે. માં BNS કલમ મુજબના કામે ચોરીમા ગયેલ તે જ મોબાઇલ ફોન હોય જેથી સદરહુ મોબાઇલ ફોનની કીરૂ. ૧૦,૦૦૦/-ગણી કબ્જે કરેલ
તેમજ પકડાયેલ આરોપીને સદરહુ ગુના સીવાય અન્ય કોઇ ગુનો કરેલ છે કે કેમ ? તેમજ આ ચોરી સીવાય બીજી કોઇ ચોરી કરેલ છે કે કેમ ? તે અંગે પુછપરછ કરતા મજકુર આરોપીએ થોડા સમય પહેલા કેશોદ બાયપાસ રોડ ઉપરથી એક મો.સા. ચોરી કરેલ હોય તેમજ જુનાગઢ રાજકોટ હાઇવે રોડ ઉપરથી મહાસાગર પેટ્રોલપંપ માથી ત્રણ મોબાઇલ ફોન તેમજ સ્વાઇપ મશીન ચોરી કરેલ હોય તેમજ અન્ય જગ્યાએ પણ મોબાઇલ ફોનની ચોરી કરેલ હોય જે ચોરી મુદામાલ
પોતાના રહેણાક મકાનએ સંતાડેલ/રાખેલ હોવાનું જણાવતા મજકુર આરોપીના રહેણાક મકાનએથી એક મો.સા. તથા સાત મોબાઇલ ફોન ગુનાની તપાસ અર્થે બી.એન.એસ.એસ. ની કલમ મુજબ કબ્જે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી(૧) રોહેજખાન ઉર્ફે કાલી મહેબુબખાન પઠાણ જાતે મુસ્લીમ ઉ.વ.-૨૪ ધંધો- મજુરી રહે- જુનાગઢ બીલખા રોડ ધરાનગર આવળ પાનની બાજુની ગલીમા નજીરભાઇ લંઘાના મકાનમા
આરોપી પાસેથી મળી આવેલ મુદામાલ- (૧) એક કાળા કલરની હીરો હોન્ડા સ્પેન્ડર પ્લસ મો.સા. નંબર GJ 03 FB 1525 કી.રૂ.૨૫૦૦૦/-
(૨) એક વિવો કંપનીનો કાર્બન બ્લેક કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેના IMEI નંબર ૮૬૯૬૮૫૦૫૩૪૦ ૯૦૧૫ કી.રૂ. ૧૦,૦00/-
(૩) હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના રજી. નંબર GJ 03 AD 1279 જેના ચેસીસ નંબર 02K20C02913 તથા એન્જીન નં 02K18M02134 છે જે આરોપીને કેશોદ બાયપાસ ચોકડી પાસેથી ચોરી કરેલાનુ જણાવેલ
(૪) એક રેડમી કંપનીનો કાર્બન બ્લેક કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના IMEI નંબર-865753063 085946 તથા 865753063085953 કિ.રૂ-૮૦૦૦/- જે મોબાઇલ ફોન જુનાગઢ-રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ પોદાર સ્કુલના બહારના ભાગે આવેલ મહાસાગર પેટ્રોલ પંપ ખાતેથી ચોરી કરેલાનુ જણાવેલ
(૫) એક ઓપો કંપનીનો ક્રિમ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના IMEI નંબર-૮૬૮૮૦૬૦૬૦૭૨૪૧ ૭૭ તથા ૮૬૮૮૦૬૦૬૦૭૨૪૧૬૯ કિ.રૂ-૧૦૦૦૦/- જે જુનાગઢ-રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ પોદાર સ્કુલના બહારના ભાગે આવેલ મહાસાગર પેટ્રોલ પંપ ખાતેથી ચોરી કરેલાનુ જણાવેલ
(૬) એક વિવો કંપનીનો કાર્બન બ્લેક કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના IMEI નંબર-૮૬૯૯૦૭૦૬૩
૯૦૪૦૬૦ કિ.રૂ-૧૦૦00/-જે જુનાગઢ-રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ પોદાર સ્કુલના બહારના ભાગે આવેલ મહાસાગર પેટ્રોલ પંપ ખાતેથી ચોરી કરેલાનુ જણાવેલ
(૭) એક વિવો કંપનીનો સ્કાય વ્હાઇટ કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના IMEI નંબર-૮૬૦૦૮૦૫૩ ૫૦૨૨૩૯ તથા ૮૬૦૦૮૦૫૩૫૦૨૨૨૧ કિ.રૂ-૧૦૦૦૦/- જે યાથી ચોરી કરેલ તે ખબર નથી
(૮) એક સેમસંગ કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના IMEI નંબર-૩૫૨૯૬૮૪૪૨૬૩૬ ૩૯૭ તથા ૩૫૩૭૦૪૪૭૨૬૩૫૩૯૩ કિ.રૂ-૧૦૦૦૦/- જે ક્યાથી ચોરી કરેલ તે ખબર નથી
(૯) એક વિવો કંપનીનો કાર્બન બ્લેક કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના IMEI નંબર-૮૬૮૧૬૫૦૫ ૭ ૨૧૬૦૩૦ કિ.રૂ-૧૦૦00/- જે ક્યાથી ચોરી કરેલ તે ખબર નથી
(૧૦) એક વિવો કંપનીનો કેસરી કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના IMEI નંબર-૮૬૯૭૮૫૦૭૯૪૩ ૩૫૩૪ કિ.રૂ.૧૦૦૦0/- જે મોબાઇલ ક્યાથી ચોરી કરેલ તે ખબર નથી
આ કામગીરી “એ”ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી બી.બી.કોળી તથા સેકન્ડ પો.ઇન્સ.શ્રી મીતુલપટેલ નાઓની સુચના મુજબ પો.સબ.ઈન્સ જે.આર.વાઝા તથા પો.હેડ.કોન્સ કે.જે.ડાભી તથા પો
કોન્સ કલ્પેશભાઇ ચાવડા તથા પો કોન્સ વીક્રમભાઇ પરમાર તથા પો.કોન્સ જીગ્નેશભાઇ શુકલ તથાનરેન્દ્રભાઈ બાલસ તથા જુવાનભાઇ લાખણોત્રા તથા વિક્રમભાઇ છેલાણા તથા જયેશભાઇ કરમટાતથા સાજીદખાન બેલીમ તથા પો.કોન્સ.નીલેષભાઇ રાતીયા એ રીતેના પોલીસ સ્ટાફએ સાથેરહી કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો