November 21, 2024

જૂનાગઢ ની કેશોદ ફેમિલી કોર્ટની 300 દિવસની સજા વોરન્ટ ની આરોપીને બજવણી કરી ધરપકડ કરી જેલમાં ધકેલથી જૂનાગઢ ની માળીયાહાટીના પોલીસ

Share to

મહે જુનાગઢ રેન્જના પોલીસ મહાર્નિશક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ તથા માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ નામદાર કોર્ટ તરફથી સજા થયેલ હોય તેવા નાસતા-ફરતા આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજુ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પીખોર ગામના સંજયગીરી રતિગીરી મેઘનાથીને કેશોદ ફેમિલી કોર્ટના ફોજદારી પરચુરણ અરજી નંબર 413/2024 ના કેસના આ કામનો આરોપી સંજયગીરી રતિગીરી મેઘનાથી રહે. પીખોર તાલુકો માળીયાહાટીના જિલ્લો જુનાગઢ જે આ કામના આરોપીએ 20 માસની રકમ કુલ રૂપિયા 60000 પુરા અને અરજી ખર્ચના 1000 એમ કુલ રૂપિયા 61,000 આ કામના આરોપી ભરતા ન હોય જેથી આ કામના આરોપીને ઘરપકડ કરવા માટે અને જેલમાં મોકલવા માટે કેશોદ ની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટના જજ સાહેબ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ આ કામના આરોપી સંજયગીરી રતિગીરી મેઘનાથી ને 300 દિવસની સાદી જેલની સજા ભોગવવા માટે નો હુકમ કરેલ હતો અને આરોપી ને ધરપકડ કરીને જુનાગઢ જિલ્લા જેલમાં મોકલવા હુકમ કરેલ હતો જે વોરંટ બજવવા માટે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવેલ હતું જે વોરંટ ની બજવણી કરવા માટે પોલીસ સબ ઇન્સ. એસ.આઈ. સુમરા ને બાતમી મળેલ કે આ કામનો આરોપી સંજયગીરી રતિગીરી મેઘનાથી રહે.પીખોર તેમના ઘરે આવેલ હોય જેથી આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરી જુનાગઢ જેલમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે

* પકડાયેલ આરોપી- સંજયગીરી રતિગીરી મેઘનાથી પીખોર તા.માળીયાહાટીના જી.જુનાગઢ

આ કામગીરી પોલીસ સબ ઇન્સ. શ્રી એસ.આઈ.સુમરા તથા પોલીસ હેડ કોન્સ. નિલેષભાઈ મણીશંકર ધ્રાંગડ તથા અરૂણભાઈ નાનાલાલ મહેતા તથા નિલેશભાઈ નાથાભાઈ ડાંગર તથા રાજેન્દ્રસિંહ મેંરગભાઈ પરમાર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed